Election 2023: છત્તીસગઢની 20 અને મિઝોરમની તમામ 40 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ થશે EVMમાં કેદ
Election 2023: છત્તીસગઢ અને મિઝોરમમાં આજે મતદાન થવાનું છે. એક તરફ છત્તીસગઢમાં પહેલા તબક્કામાં 20 સીટો પર મતદાન થવાનું છે તો બીજી તરફ મિઝોરમની તમામ…
ADVERTISEMENT
Election 2023: છત્તીસગઢ અને મિઝોરમમાં આજે મતદાન થવાનું છે. એક તરફ છત્તીસગઢમાં પહેલા તબક્કામાં 20 સીટો પર મતદાન થવાનું છે તો બીજી તરફ મિઝોરમની તમામ 40 સીટો પર આજે જ મતદાન થશે. છત્તીસગઢની જે બેઠકો પર આજે મતદાન થવાનું છે, તેમાંથી ઘણી બેઠકકો નક્સલ પ્રભાવિત બસ્તર ડિવિઝનમાં છે. પ્રથમ તબક્કામાં મતદાનને સફળ બનાવવાની જવાબદારી 25,429 ચૂંટણી કર્મચારીઓના ખભા પર છે.
કેટલા વાગ્યા સુધી ચાલશે મતદાન?
છત્તીસગઢની 10 સીટો મોહલા-માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગાંવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોંટામાં મતદાન સવારે 7 વાગ્યે શરૂ થઈને બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. બાકીની 10 સીટો ખૈરાગઢ, ડોંગરગઢ, રાજનાંદગાંવ, ડોંગરગાંવ, ખુજ્જી, પંડારિયા, કવર્ધા, બસ્તર, જગદલપુર અને ચિત્રકોટમાં મતદાન સવારે 8 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આજે જે 20 બેઠકો પર મતદાન થવાનું છે, તેમાંથી 19 પર કોંગ્રેસનો કબજો છે. પાર્ટીએ આ 19માંથી 2 સીટો પેટાચૂંટણીમાં જીતી હતી.
40 લાખથી વધુ મતદારો મતદાન કરશે
પ્રથમ તબક્કામાં 223 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 25 મહિલાઓ છે. આ તબક્કામાં રાજ્યના 40 લાખ 78 હજાર 681 મતદારો મતદાન કરશે. જેમાં 19 લાખ 93 હજાર 937 પુરૂષો અને 20 લાખ 84 હજાર 675 મહિલાઓ છે. આ સિવાય 69 થર્ડ જેન્ડર પણ મતદાન કરવા જઈ રહ્યા છે. મતદાન સંપન્ન કરાવવા માટે પ્રથમ તબક્કામાં 5,304 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, જેમાં 25 હજારથી વધુ ચૂંટણી કર્મચારીો તૈનાત રહેશે. આ 5,304 મતદાન મથકોમાંથી 2,431 પર વેબ કાસ્ટિંગની સુવિધા હશે.
ADVERTISEMENT
60 હજાર સુરક્ષા જવાનો તૈનાત
પોલીસના જણાવ્યા અનુસાર, નક્સલ પ્રભાવિત બસ્તર ડિવિઝનના 12 વિધાનસભા મતવિસ્તારોમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ના 40 હજાર સહિત કુલ 60 હજાર સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ 20 બેઠકોમાંથી 12 અનુસૂચિત જનજાતિ માટે અને એક અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે. સૌથી વધુ ઉમેદવારો (29) રાજનાંદગાંવ મતવિસ્તારમાં છે જ્યારે સૌથી ઓછા (7-7) ચિત્રકૂટ અને દંતેવાડા બેઠકો પર છે.
આ દિગ્ગજોનું ભાવિ નક્કી થશે
પ્રથમ તબક્કામાં સત્તાધારી પક્ષ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ દીપક બૈજ (ચિત્રકૂટ), મંત્રીઓ કાવાસી લખમા (કોન્ટા), મોહન મરકામ (કોંડાગાંવ), મોહમ્મદ અકબર (કવર્ધા) અને છવિેન્દ્ર કર્મા (દંતેવાડા) ઉમેદવારો છે. તમને જણાવી દઈએ કે છવિેન્દ્ર કર્મા કોંગ્રેસના દિવંગત નેતા મહેન્દ્ર કર્માના પુત્ર છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ ભાજપ તરફથી મેદાનમાં છે, જેઓ રાજનાંદગાંવથી ખનિજ વિકાસ નિગમના અધ્યક્ષ ગિરીશ દેવાંગન સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય ચાર પૂર્વ મંત્રીઓ લતા ઉસેન્ડી (કોંડાગાંવ સીટ), વિક્રમ ઉસેન્ડી (અંટાગઢ), કેદાર કશ્યપ (નારાયણપુર) અને મહેશ ગગડા (બીજાપુર) પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. આ તબક્કામાં પૂર્વ IAS અધિકારી નીલકંઠ ટેકામ કેશકાલથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કોમલ હુપેન્ડી ભાનુપ્રતાપપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તો કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળતા ધારાસભ્ય અનુપ નાગ અંતાગઢ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
ADVERTISEMENT
ગત ચૂંટણીમાં ભાજપને મળી હતી કારમી હાર
તમને જણાવી દઈએ કે, 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ 20માંથી 17 સીટો જીતી હતી. જ્યારે ભાજપે બે અને જનતા કોંગ્રેસ છત્તીસગઢે એક બેઠક જીતી હતી. કોંગ્રેસના 2018થી લઈને 2023 સુધીના કાર્યકાળ દરમિયાન પાર્ટીની પાસે 90માંથી 71 બેઠકો હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને કારમી હાર આપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT