VIDEO : લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક, અજાણ્યો વ્યક્તિ સભાગૃહ સુધી પહોંચતા ખળભળાટ, 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત

ADVERTISEMENT

gujarattak
social share
google news

lok sabha adjourned till 2 pm :સંસદની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન બે અજાણ્યા વ્યક્તિ ગૃહમાં ઘુસ્યા હતા. આ બંને વ્યક્તિઓ ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદી અંદર આવ્યા હતા. તેમને સાંસદોએ પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપ્યા હતા. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

બે અજાણ્યા વ્યક્તિ ગૃહમાં ઘુસ્યા

કાર્યવાહી દરમિયાન જે બે લોકો પ્રવેશ્યા તેમાંથી એકનું નામ સાગર છે. બંને સાંસદના નામે લોકસભા મુલાકાતી પાસ પર આવ્યા હતા. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે, બંને લોકો મૈસૂરથી બીજેપી સાંસદ પ્રતાપ સિંહાના નામે લોકસભા વિઝિટર પાસથી આવ્યા હતા.

ADVERTISEMENT

બે લોકોમાં એક પુરુષ અને એક મહિલાએ કેમ્પસની બહાર તાનાશાહી બંધ કરવાના નારા લગાવતા પ્રદર્શન કર્યું. પોલીસે બંનેને ગૃહમાંથી પકડી લીધા હતા અને ત્યાંથી લઈ ગયા હતા. તે બંને ટિયર ગેસ છોડીને સૂત્રોચ્ચાર કરતાં જોવા મળ્યા હતા. હાલ પોલીસ બંનેને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સંસદની નજીક પ્રદર્શનથી સુરક્ષાકર્મીઓમાં ગભરાટ ફેલાયો હતો અને તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદકો મારી અંદર આવ્યા હતા. સાંસદોએ તેને પકડી પડ્યા અને સુરક્ષાકર્મીઓ ડિટેન કરી લીધા છે. ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT