Vishnu Deo Sai : છત્તીસગઢને મળ્યા નવા CM, ભારે મનોમંથન બાદ વિષ્ણુદેવ સાયના નામ પર લાગી મહોર

ADVERTISEMENT

gujarattak
social share
google news

Chhattisgarh BJP CM Name:  છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. વિષ્ણુદેવ સાંઈને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે.ધારાસભ્યો સાથે નિરીક્ષકોની બેઠક બાદ મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવમાં આવી છે.ભાજપે એક આદિવાસી નેતાને રાજ્યનો ચહેરો બનાવ્યો છે.કેન્દ્રીય નિરીક્ષકો સવારે નવ વાગ્યે રાયપુર પહોંચ્યા અને બપોરે બાર વાગ્યાથી ધારાસભ્યો સાથે સીએમના નામ પર મંથન બાદ આ નિર્ણય લીધો છે. વિધાયક દળની બેઠકમાં સીએમનું નામ નક્કી થયા બાદ દિલ્હીથી સીએમના નામને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીઓ સર્બાનંદ સોનોવાલ, અર્જુન મુંડા અને દુષ્યંત કુમાર ગૌતમ ઉપરાંત છત્તીસગઢ ભાજપના પ્રભારી ઓમ માથુર પણ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહ્યા હતા.

Vishnu Deo Sai, a grassroots leader, is the new #ChhattisgarhCM. pic.twitter.com/66wYmUmzGp

— P C Mohan (@PCMohanMP) December 10, 2023

મુખ્યમંત્રીની રેસમાં આટલા નામો આગળ હતા

આ વખતે ભાજપ બધા રાજ્યમાં મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કર્યા વગર જ મેદાનમાં ઉતરી હતી. મુખ્યમંત્રીની રેસમાં ઘણા નામોની ચર્ચા હતી જેમાં રમણ સિંહ સિવાય અરુણ સાવ, વિષ્ણુદેવ સાય, ઓપી ચૌધરી અને રેણુકા સિંહના નામ સામેલ હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT