શીખ કેદીઓને છોડાવવા મુદ્દે હિંસક પ્રદર્શન, અનેક પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : પંજાબના મોહાલીમાં બુધવારે શીખ કેદીઓને મુક્ત કરવાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ હિંસક બની ગયા હતા. ચંદીગઢમાં ઘૂસવા બદલ તેની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. દેખાવકારોએ તલવારો કાઢી હતી. આ જોઈને પોલીસે લાઠીચાર્જ કર્યો અને વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. પંજાબના મોહાલીમાં શીખ કેદીઓને મુક્ત કરવાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ આજે હિંસક બન્યા હતા.

ચંડીગઢ પોલીસ સાથે હિંસક ઘર્ષણ જોવા મળ્યું
આ દરમિયાન તેની ચંડીગઢ પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. જે બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. પ્રદર્શનકર્તાઓએ ચંડીગઢ અને પંજાબ પોલીસની ગાડીઓમાં તોડફોડ કરી હતી. પ્રદર્શનકર્તા એટલા ઉગ્ર હતા કે તેમણે તલવારો અને ડંડા દેખાડીને ફોલીસને ખદેડી દીધા હતા.

સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી
જો કે આ હિંસકઘટનાક્રમમાં અનેક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. સતત બગડી રહેલી સ્થિતિને જોતા સીનિયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ચંડીગઢમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પ્રદર્શનકર્તાઓએ હાલમાં જ મોહાલીમાં એકત્ર થયા છે. બીજી તરફ ચંડીગઢ પોલીસ પણ હાઇએલર્ટ પર છે.

ADVERTISEMENT

7 જાન્યુઆરીથી આ મુદ્દા પર પ્રદર્શન ચાલી રહ્યું છે
સજા પુરી કરી ચુકેલા શીખ કેદીઓને મુક્ત કરાવવા માટે મોહાલીમાં ચંડીગઢ બોર્ડર પર 7 જાન્યુઆરીથી પ્રદર્શન ચાલી રહ્યું છે. બુધવારે પ્રદર્શનકર્તાઓએ પંજાબના સીએમના ઘરે કુચની જાહેરાત કરી દીધી હતી. તેની માહિતી મળતાની સાથે જ ચંડીગઢ અને પોલીસે બેરિકેડિંગ કરી દીધું હતું પ્રદર્શનકર્તાઓએ બેરિકેડિંગ નજીક આવી ગયા હતા. બેરિકેડિંગ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેમને અટકાવી દીધા હતા ત્યાર બાદ તેમણે તલવાર અને ડંડા કાઢ્યા હતા. પોલીસને પાછળ ઘકેલતા તેઓ ચંડીગઢમાં ઘુસવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. આ જોઇને પોલીસે લાઠીચાર્જ કરી દીધો હતો.

લાઠીચાર્જ બાદ પોલીસે સમગ્ર ઘટનાક્રમનો વીડિયો જાહેર કર્યો
લાઠીચાર્જ બાદ ચંડીગઢ પોલીસે એક વીડિયો જાહેર કર્યો. જેમાં મોહાલી બોર્ડર પર નિહંગ પોલીસે ગાડીઓને ટાર્ગેટ કરતા જોવા મળે છે. વીડિયોમાં તેઓ તલવારો મારીને ગાડિઓને તોડતા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ચંડીગઢ પોલીસના કેટલાક જવાનો પણ ઘાયલ થયા હતા. જેમણે ચંડીગઢના સેક્ટર 16 ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કર્મચારીઓ ઘાયલ થવાથી માહિતી મળતાની સાથે જ DGP પ્રવીર રંજન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

ADVERTISEMENT

ડીજીપી સમાચાર મળ્યા બાદ તત્કાલ હોસ્પિટલ પહોંચી ગયા
DGP એ જણાવ્યું કે, અનેક પ્રદર્શનકર્તાઓ પાસે હથિયાર અને ડંડા, રોડ હતા. અનેક ખતરનાક હથિયારો પણ તેમની પાસે હતા. પ્રદર્શનકર્તાઓએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો. અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. પ્રદર્શનકર્તાઓએ ઘોડા પર બેસીને આવ્યા જેમાં નિહંગોના દળ પણ હતા. તેમની પાસે હથિયાર હતા. તલવારોથી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો. કેટલાક પોલીસ કર્મચારીઓને ગંભીર ઇજા પણ પહોંચી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT