દરોડા પાડવા આવેલી પોલીસને ગામલોકોએ દોડાવી દોડાવીને માર્યા, PSI સહિત 12 ઘાયલ
કબીરધામ : છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં દરોડા પાડવા માટે ગયેલી પોલીસ અને આબકારી વિભાગના અધિકારીઓને ઘેરીને ગ્રામજનોએ ઢોરમાર માર્યો હતો. આ ઘટનામાં નશાબંધી વિભાગનાં એસઆઇ યોગેશ…
ADVERTISEMENT
કબીરધામ : છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં દરોડા પાડવા માટે ગયેલી પોલીસ અને આબકારી વિભાગના અધિકારીઓને ઘેરીને ગ્રામજનોએ ઢોરમાર માર્યો હતો. આ ઘટનામાં નશાબંધી વિભાગનાં એસઆઇ યોગેશ સોની સહિત 12 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોના માથા, હાથ પર અને પગમાં ઇજા પહોંચી હતી. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કાચો દારૂ મળી રહી હોવાની બાતમીના આધારે પોલીસ દરોડા પાડવા પહોંચી
મળતી માહિતી અનુસાર સિંઘનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંતર્ગત ગ્રામ નવગાંવમાં પોલીસ તથા નશાબંધીની ટીમ બિનકાયદેસર દારૂ પકડવા માટે ગઇ હતી. જો કે આ દરમિયાન જ ગામના લોકોએ ગ્રામીણ વિસ્તારમાં હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે, પોલીસ અને નશાબંધી વિભાગની ટીમનેગ્રામીણોએ દોડાવી દોડાવીને માર માર્યા હતા.
નદી કિનારે બિનકાયદેસર રીતે ચાલી રહી હતી દારૂની ભઠ્ઠી
આબકારી વિભાગનું કહેવું છે કે, માહિતી મળતી હતી કે, ગ્રામ નવગામમાં નદી કિનારે બિનકાયદેસર રીતે મહુઆનો દારૂ બનાવવામાં આવી રહ્યો હતો. માહિતી મળતાની સાથે જ નશાબંધીની ટીમ, સિંઘનપુરી પોલીસ સ્ટેશન ટીમ તથા હોમગાર્ડના જવાનો સહિત 12 લોકોની ટીમ ગામે પહોંચી હતી. અહીં જઇને જોયું તો નદી કિનારે ગ્રામીણ મહુઆ દારૂ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ટીમે મહુઆ દારૂ જપ્ત કર્યો પરંતુ ગ્રામીણ અચાનક આક્રોશિત થતા અને તેમને ટીમ પર હુમલો કરી દીધો. આ દરમિયાન ગ્રામીણોએ પોલીસ તથા નશાબંધીની ગાડીઓને પણ તોડી દીધી.
ADVERTISEMENT
ADVERTISEMENT