Video: ‘MLA અનિલસિંહ આવે તો ઊભા થઈ જવાનું’- અધિકારીઓને પોતાનું જ નામ લઈ BJP ધારાસભ્યએ તતડાવી નાખ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉન્નાવઃ જ્યાં ગુજરાતમાં આવનારા દિવસોમાં તમે ધારાસભ્ય ચૂંટવાના છો ત્યાં તમારાથી યોગ્ય ઉમેદવાર જીતે અને તમારું પ્રતિનિધિત્વ વિધાનસભામાં કરે તેવી અપેક્ષા દરેકને હોય પરંતુ હાલમાં ઉત્તર પ્રદેશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધારાસભ્ય કે જેઓ જનતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેઓ જાહેરમાં અધિકારીઓને તતડાવે છે કે, ધારાસભ્ય અનિલ સિંહ (હું) આવે ત્યારે ઊભા થઈ જવાનું.

ખુરશી પણ ઊંચી રાખવાની નહીંઃ BJP MLA
ઉન્નાવ જિલ્લાની પૂર્વા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય અનિલ સિંહે અધિકારીઓને ચેતવણી આપી છે કે, ધારાસભ્ય અનિલ સિંહ આવે ત્યારે ઊભા થઈ જવાનું. જો મારા આવ્યા પછી ઊભા થયા નથી તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આટલેથી ઓછું હતું તો તેમણે મુકવામાં આવેલી ખુરશીઓમાં ધારાસભ્યની ખુરશીની ઉંચાઈને લઈને પણ વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે અધિકારીઓની ખુરશીઓ ઊંચી છે અને ધારાસભ્યની નીચી છે. આવું તો નહીં ચાલે. તમારી ખુરશી કોઈ સભામાં ધારાસભ્યની ખુરશી કરતાં ઊંચી લેશો તો તેમને ઉથલાવી દઈશું.


બીજા ધારાસભ્યોએ પણ કર્યો ટેકો
આ બેઠક ઉન્નાવના વિકાસભવન ઓડિટોરિયમમાં થઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શકુનસિંહની અધ્યક્ષતા હતી અને પંચાયતની બેઠક ચાલતી હતી. અનિલસિંહે આ બેઠકમાં ભાગ લીધો હતો. ઓડિટોરિયમમાં પ્રવેશતા જ તેઓએ મીટિંગમાં હાજર બધા જ અધિકારીઓને બેસેલા જોયા અને ત્યાં જ તેમનો પારો ઊપર ચઢ્યો. તેમણે તરત કહ્યું સાંભળો ભાઈ, અને પછી સ્થાનીક ભાષામાં તેમને ખુબ ખખડાવ્યા હતા. જોકે બીજા ધારાસભ્યોએ પણ અનિલ સિંહની વાતને ટેકો કર્યો છે. તેમણે પણ કહ્યું કે અધિકારીઓએ ધારાસભ્યના પ્રોટોકોલનું પાલન તો કરવું જોઈએ.

ADVERTISEMENT

 

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT