દિગ્ગજ નેતા શરદ યાદવનું 75 વર્ષની ઉંમરે અવસાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : JDU ના દિગ્ગજ નેતા શરદ યાદવનું અવસાન થયું છે. 75 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શરદ યાદવની પુત્રીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. JDU ના પૂર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે. ગુરૂગ્રામની ફોર્ટિ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું છે.

પુત્રીએ ટ્વીટ કરીને ઘટના અંગે માહિતી આપી હતી
JDU ના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનુ નિધન થઇ ગયું હતું. તેમની પુત્રીએ આ સમાચારની પૃષ્ટી કરી દીધી છે. 75 વર્ષની ઉંમરે શરદ યાદવે અંતિમ શ્વાસ લીધા હતા. બિહારની રાજનીતિમાં પોતાની અલગ ઓખળ ધરાવતા શરદ યાદવનું આકસ્મિક અવસાન તમામ લોકોને દુખી કરી ગયું. તેમની સમાજવાદી રાજનીતિમાં તેમને જનતા વચ્ચે લોકપ્રિય બનાવ્યા હતા. જો કે હવે તે નેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે.

ADVERTISEMENT

શરદ યાદવની પુત્રી સુભાષિનીએ ટ્વીટર પર આપી માહિતી
શરદ યાદવની પુત્રી સુભાષિનીએ ટ્વીટર પર પોતાની પિતાની મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, પાપા નથી રહ્યા. આ નેતા પોતાના અનેક દશકોની રાજનીતિમાં અનેક વળાંકો જોયા છે. બિહારમાં લાલુ રાજને પણ તેઓ જોઇ ચુક્યા છે. જેડીયુને જમીન મજબુત કરી હતી. કેટલીક મહત્વની રાજનીતિક ઘટનાઓમાં એક સક્રિય ભુમિકા નિભાવતા રહ્યા. શરદ યાદવના અંગત જીવનની વાત કરીએ તો તેમનો જન્મ 1947 ના રોજ મધ્યપ્રદેશના હોશંગાબાદના એક ગામમાં થયો હતો.

શરદ યાદવ યુવાવસ્થાથી જ રાજનીતિમાં રસ ધરાવતા હતા
શરદ યાદવ યુવાનીથી જ રાજનીતિમાં રસ ધરાવતા હતા. 1971 માં તેમણે પોતાની એન્જીનિયરિંગનો અભ્યાસ પુર્ણ કર્યો. ડૉ.રામ મનોહર લોહિયાના વિચારોથી પ્રેરિત થઇની સક્રિય યુવા નેતા તરીકે શરદ યાદવે અનેક આંદોલનોમાં હિસ્સો લીધો હતો. MISA હેઠળ 1969-70, 1972 અને 1975 માં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સક્રિય રાજનીતિમાં શરદ યાદવે વર્ષ 1974 માં ડગલુ માંડ્યું હતું. તેઓ પહેલીવાર મધ્યપ્રદેશના જબલપુર લોકસભા સીટથી સાંસદ તરીકે ચુંટાયા હતા. તે જેપી આંદોલનનો સમયગાળો હતો. તેઓ હલધર ખેડૂત તરીકે પસંદગી પામેલા પહેલા ઉમેદવાર હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT