મિયાં-મુસલમાનોના વિવાદને કારણે શાકભાજી મોંઘી થઇ: હિમંતા બિસ્વા સરમા

ADVERTISEMENT

Hindu become bussinessman
Hindu become bussinessman
social share
google news

નવી દિલ્હી : આ દિવસોમાં શાકભાજીના ભાવ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શાકભાજીના ભાવ વધારા માટે મિયાં-મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા છે. જેને લઈને વિવાદ ઉભો થયો છે. આ દિવસોમાં શાકભાજીના ભાવ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શાકભાજીના ભાવ વધારા માટે મિયાં-મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા છે.

સરમાને આસામમાં શાકભાજીના ભાવ વધારા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે, ગુવાહાટીમાં શાકભાજી આટલી મોંઘી કેમ છે. જવાબમાં સરમાએ કહ્યું કે આ મિયાં વેપારીઓ છે, જેઓ ઉંચા ભાવે શાકભાજી વેચે છે.

સરમાએ એવો જવાબ આપ્યો
આસામમાં શાકભાજીના ભાવમાં ઘણો વધારો થયો છે. જેના કારણે આસામ સરકાર વિપક્ષના આકરા પ્રહારોમાં આવી છે. કોંગ્રેસે સરકાર પાસે શાકભાજીના ભાવને અંકુશમાં લેવા માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી છે. આ દરમિયાન પત્રકારોએ આસામના મુખ્યમંત્રીને મોંઘા શાકભાજી અંગે પ્રશ્નો પૂછ્યા હતા. તેના જવાબમાં હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આની પાછળ મિયાં વેપારીઓનો હાથ છે. તેમણે કહ્યું કે આ મિયાં વેપારીઓ ઊંચા ભાવે શાકભાજી વેચે છે.

ADVERTISEMENT

આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, ગામમાં શાકભાજીના ભાવ ખૂબ ઓછા છે. જો આસામી વેપારીઓ આજે શાકભાજી વેચતા હોત તો આસામી લોકો પાસેથી વધુ પૈસા વસૂલતા ન હોત. પરંતુ મિયાં વેપારીઓ આસામી લોકો પાસેથી વધુ પૈસા લઈ રહ્યા છે.

આસામના યુવાનોએ આગળ આવવું જોઈએ
આ સાથે આસામના મુખ્યમંત્રીએ આસામના યુવાનોને આગળ આવવા અને શાકભાજી વગેરેના વેચાણના કામમાં સક્રિય થવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જો આસામી યુવાનો આમ કરવા માટે તૈયાર હશે તો તેમને સ્થાન મળશે. આટલું જ નહીં, તેમણે ફ્લાયઓવરની નીચેની જગ્યા ખાલી કરવાની પણ વાત કરી હતી. જ્યાં મિયાં વેપારીઓ શાકભાજી અને ફળો વેચે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આસામમાં બંગાળી મૂળના મુસ્લિમો માટે મિયાં શબ્દનો ઉપયોગ થાય છે. આ લોકો આસામમાં મોટા પાયે શાકભાજી અને માછલીના વેપાર સાથે સંકળાયેલા છે.

ADVERTISEMENT

રાજકીય સંઘર્ષ
ઉલ્લેખનીય છે કે, આસામમાં મિયાં-મુસ્લિમોને લઈને રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ અને લોકસભા સાંસદ બદરુદ્દીન અજમલે આસામને મિયાં સમુદાય વિના અધૂરું ગણાવ્યું હતું. આસામના મુખ્યમંત્રીએ પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અજમલનું આ કહેવું આસામી સમુદાયનું અપમાન કરવા સમાન છે. આસામના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે મિયાં સમુદાયના લોકો બસ અને કેબ ચલાવે છે. એટલા માટે ગુવાહાટીમાં ઈદના અવસર પર શહેરમાં બસોની અવરજવર ઓછી થાય છે અને ભીડ પણ ઓછી જોવા મળે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT