રસોડામાં ક્યારેય ન રાખતા આ વસ્તુઓ, માં લક્ષ્મીજી થઈ જશે નારાજ, ઘરમાં આવશે દરિદ્રતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kitchen Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘરના નિર્માણથી લઈને કઈ વસ્તુઓને ક્યાં રાખવી તેને લઈને ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. ઘરનું વસ્તુ બગડી જાય તો ઘરમાં નકારાત્મક વાતાવરણ બની જાય છે, જે જીવનને પણ પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્રમાં રસોડા સંબંધિત પણ ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરીને વાસ્તુ દોષથી બચી શકાય છે. રસોડામાં અમુક વસ્તુઓને રાખવાથી ઘરમાં નકારાત્મક આવે છે અને ઘરમાં સતત એકબીજા સાથે લડાઈ ઝઘડા થતાં રહે છે. તો આવી વસ્તુઓના કારણે માં લક્ષ્મીજી પણ નારાજ થઈ જાય છે. એટલા માટે જો તમારા રસોડામાં આ વસ્તુઓ હોય તો આજે જ તેને બહાર ફેંકી દો.

રસોડામાં ન રાખો દવાઓ

કેટલાક લોકોને રસોડામાં દવાઓ રાખવાની આદત હોય છે. ઘરના રસોડામાં દવાઓ રાખવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ખાસ કરીના ઘરના મુખ્ય વ્યક્તિના સ્વાસ્થ્ય પર તેની સૌથી ખરાબ અસર પડે છે. તેથી રસોડામાં દવાઓ ન રાખો.

રસોડામાં ગંદડી ન રાખો

રસોડામાં ગંદકી નકારાત્મક ઉર્જાનું કારણ બને છે. રાત્રે જમ્યા પછી વાસણોને ધોયા વગર મુકી રાખવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. આવા વાસણો રાત્રે રસોડામાં રાખવાથી માં લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને તમારી આર્થિક સ્થિતિ પણ ડગમગી જાય છે.

ADVERTISEMENT

ગૂંથેલા લોટને લાંબો સમય ન રાખવો

ક્યારેય રસોડામાં લાંબા સમય સુધી ગૂંથેલા લોટને ન રાખવો જોઈએ. આખી રાત ફ્રિજ અથવા રસોડામાં ગૂંથેલા લોટને રાખવાથી રાહુ અને શનિની ખરાબ અસર થઈ શકે છે, સાથે ઘરમાં નેગેટિવી પણ વધે છે.

તૂટેલા વાસણો ન રાખો

ઘરના રસોડામાં તૂટેલા વાસણો ન રાખવા જોઈએ. તૂટેલા વાસણોનો ઉપયોગ કરવાથી તમારા ભાગ્ય પર તાળું લાગી શકે છે અને બનેલા કામ પણ બગડી શકે છે.

ADVERTISEMENT

રસોડામાં ક્યારેય અરીસો ન લગાવો

કેટલાક લોકો તેમના રસોડાને સજાવવા માટે અરીસાનો ઉપયોગ કરે છે. રસોડામાં લગાવેલો કાચનો અરીસો નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે. રસોડામાં અરીસો લગાવવાથી ઘરની સુખ-શાંતિ છીનવાઈ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT