Valsad Accident: ટેમ્પો રોન્ગ સાઈડમાં કૂદીને સામે આવતી કાર-આઈસર સાથે અથડાયો, 2નાં મોત અને 5 ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

valsad highway accident
valsad highway accident
social share
google news
  • વલસાડ-ગુંદલાવ નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માતની ઘટના.
  • ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર-આઈસર સાથે થઈ ટક્કર.
  • અકસ્માતમાં સુરતના પરિવારના બે લોકોના કરુણ મોત.

Valsad Accident: વલસાડ-ગુંદલાવ નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં પીકઅપ ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈરલ કૂદીને રોંગ સાઈડમાં પહોંચી ગયો હતો. અહીં સામેથી આવતી કાર અને આઈસર સાથે ટેમ્પો અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બે લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત

વિગતો મુજબ, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર બપોરેના સમયે એક પીકઅપ ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. ગુંદલાવ ચોકડી નજીક પીકઅપ ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના પગલે ટેમ્પો ડિવાઈડર કૂદીને સામેની સાઈડથી આવતી કાર અને આઈસર સાથે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત સુરતથી કાર લઈને મુંબઈ એરપોર્ટ જઈ રહેલા પરિવારના બે સભ્યોના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા. તો 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

ઈજાગ્રસ્તોને સિવિલમાં ખસેડાયા

અકસ્માતની જાણ થતા જ 108 અને પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. જ્યાં ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT