RISHABH PANT માટે એક જ પોસ્ટ મુકીને ઉર્વશીએ જીતી લીધુ લોકોનું દિલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : ભારતના સ્ટાર પ્લેયર ઋષભ પંત પણ ભીષણ કાર અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્યાર બાદ તેમને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રુડકી ખાતે પોતાના ઘરે જઇ રહેલ ક્રિકેટરને ઝોકુ આવી જતા ગંભીર અકસ્માત થયો હતો. ઋષભના અકસ્માતના સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ અને સેલેબ્રિટી પણ તેમના માટે પ્રાર્થના કરવા લાગ્યા.

કામ કરતા અન્ય કારણોથી વિવાદમાં રહે છે ઉર્વશી રોતેલા
બીજી તરફ પોતાના કામ કરતા વિવાદોના કારણે હંમેશા વિવાદમાં રહે છે તે અભિનેત્રી ઉર્વશી રોતેલાએ પણ પોતાની એક તસવીર શેર કરી હતી. જેમાં લખ્યું કે, પ્રાર્થના કરી રહી છું. અત્રે નોંધનીય છે કે, ઋષભના માથા, પીઠ અને પગમાં ઇજા પહોંચી છે. જો કે તેમની હાલત સ્થિર છે. હાલ તો ઉર્વશી રોતેલાની તસવીર પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

પોસ્ટ જોવા માટે કરો ક્લિક…

ADVERTISEMENT

ઇંસ્ટાગ્રામ પર તસવીર શેર કરીને લખ્યું પ્રાર્થના કરી રહી છે
ઉર્વશી રોતેલાએ ઇંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસ્વીર સાથે ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું કે, પ્રેયિંગ (પ્રાર્થના કરી રહી છું) ઉર્વશીએ પોતાના કેપ્શનમાં સફેદ દિલની પણ ઇમોજી મુકી છે. સાથે હેશટેગમાં LOVE પણ લખ્યું છે. જો કે ઉર્વશીએ પોતાની પોસ્ટમાં કોઇ પણ નામ નથી લખ્યું. જો કે કમેન્ટ સેક્શનમાં સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, અભિનેત્રીની આ પોસ્ટ ઋષભ માટે જ છે.

ઋષભની કારને નડ્યો ગંભીર અકસ્માત
ઋષભના નજીકના સુત્રોના હવાલાથી જણાવી રહ્યા છે કે, જ્યારે કાર દિલ્હી નરસન બોર્ડર પર ડિવાઇડર સાથે ટકરાઇ ત્યારે પંત પોતે ગાડી ચલાવતો હતો. તેમણે તત્કાલ સક્ષમ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ આગળની સારવાર માટે મેક્સ હોસ્પિટલ લઇ જવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT