JNU માં BBC ની ડોક્યુમેન્ટ્રી અંગે હોબાળો, ફિલ્મ જોઇ રહેલા વિદ્યાર્થીઓ પર પથ્થરમારો, વિજળી ગુલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલયમાં બીબીસીની ડોક્યુમેન્ટ્રી મુદ્દે ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થી યુનિયન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તેના દ્વારા તમામ વિદ્યાર્થીઓને બીબીસીની ડોક્યુમેન્ટ્રી દેખાડવામાં આવશે. જો કે બીજી તરફ તંત્રએ કેમ્પસનું પાવર કનેક્શન કટ કરી દીધું છે. જેના કારણે તમામ વિદ્યાર્થીઓ હાથમાં મોબાઇલની ફ્લેશ લાઇટ શરૂ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ ડોક્યુમેન્ટ્રી જોઇ રહેલા વિદ્યાર્થીઓ પર પથ્થરમારો થઇ રહ્યો હોવાના પણ અહેવાલો આવી રહ્યા છે. જો કે પથ્થરમારો કોના દ્વારા કરવામાં આવ્યો તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી પરંતુ ઘટનાને પગલે તણાવ વધી ગયો છે.

કેમ્પસમાં વિદ્યાર્થીઓ ફિલ્મ જોતા હતા ત્યારે લાઇટ કાપી નંખાઇ
અત્રે ઉલ્લેખનીય છે કે, JNUSU દ્વારા પહેલાથી જ નિશ્ચય કરવામાં આવ્યો હતો કે, તેઓ કેમ્પસમાં વિદ્યાર્થીઓને બીબીસીની ડોક્યુમેન્ટ્રી દેખાડશે. આ જાહેરાત ત્યારે કરવામાં આવી હતી જ્યારે જેએનયુ તંત્રએ સ્પષ્ટતા પુર્વક જણાવ્યું કે, બીબીસી ડોક્યુમેન્ટ્રી નહી દેખાડવામાં આવે. જો કે ત્યારે વિદ્યાર્થી યુનિયને આ ડોક્યુમેન્ટ્રીને દેખાડવાની જાહેરાત કરી આ કડીમાં મંગળવારે દેખાડવામાં પણ આવી હતી. હાલ કેટલાક વિદ્યાર્થીઓ પોતાના ફોન પર જ બીબીસીની ડોક્યુમેન્ટ્રી જોઇ રહ્યા હતા જોકે તંત્રદ્વારા વિજળી કનેક્શન કાપી દેવાતા વિદ્યાર્થીઓ પર પથ્થરમારો પણ થયો છે.

JNU તંત્ર દ્વારા પહેલાથી જ ફિલ્મ નહી જોવા માટે જણાવાયું હતું
હાલના સમયે સમગ્ર દેશમાં જ બીબીસી ડોક્યુમેન્ટ્રી મુદ્દે હોબાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી પહેલા જ આ ડોક્યુમેન્ટ્રીને પ્રતિબંધિત કરી દેવાઇ છે. વિદેશ મંત્રાલય દ્વારા કહેવાયું કે, બીબીસી આ ડોક્યુમેન્ટ્રી દ્વારા પ્રોપેગેન્ડા ફેલાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જો કે જેએનયુના વિદ્યાર્થીઓ તેને મીડિયા સેન્સરશીપ દેખાડી રહ્યા છે. પથ્થરમારા બાદ સ્થિતિ વધારે કથળી ચુકી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT