ભારતના પાડોશી મુસ્લિમ દેશમાં 45 કુરાનના પુસ્તક સળગાવી દેવાયા
નવી દિલ્હી : સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટનાઓ વચ્ચે ઇસ્લામિક દેશ બાંગ્લાદેશમાંકુરાન સળગાવવાની ઘટના સામે આવી છે. બે લોકોએ મળીને કુરાનની અનેક પ્રતિઓ સળગાવી દીધી હતી.…
ADVERTISEMENT
નવી દિલ્હી : સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટનાઓ વચ્ચે ઇસ્લામિક દેશ બાંગ્લાદેશમાંકુરાન સળગાવવાની ઘટના સામે આવી છે. બે લોકોએ મળીને કુરાનની અનેક પ્રતિઓ સળગાવી દીધી હતી. જેના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને તેમણે બંન્ને આરોપીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સોમવારે પોલીસ ઓફીસર અજબહાર અલી શેખે સમાચાર એજન્સી AFP ને જણાવ્યું કે, કુરાન સળગાવવાના વિરોધમાં લગભગ 10 હજાર લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. તેમણે બંન્ને આરોપીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો જે અંગે કુરાનની પ્રતિઓ સળગાવવાનો આરોપ છે.
બાંગ્લાદેશમાં કેમ સળગાવાઇ કુરાન?
બાંગ્લાદેશમાં કુરાન સિલહટ શહેરના સૌથી રૂઢીવાદી વિસ્તારમાંથી એક વિસ્તારમાં સળગાવવામાં આવી હતી. આ કામને બે લોકોએ મળીને અંજામ આપ્યો. પોલીસે બંન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, તેમને કુરાનની ડઝન કરતા વધારે પ્રતિઓ સળગાવી દીધી કારણ કે તે જુની હતી અને તેમાં છાપકામ દરમિયાન પણ કેટલીક ભુલચુક થઇ હતી.
ADVERTISEMENT
આરોપીમાં મુસ્લિમ સ્કોલરોનો સમાવેશ
પોલીસ ઓફીસર અલી શેખે જણાવ્યું કે, આરોપીઓમાં એક શાળા પ્રિન્સિપાલ નરુર રહેમાનનો સમાવેશ થાય છે. બીજા આરોપીનું નામ મહેબુબ આલમ છે. પોલીસે કુરાનની સળગેલી 50 પ્રતિઓ જપ્ત કરી લીધી છે. કુરાનની સળગેલી પ્રતિઓ અંગે ઇસ્લામિક વિદ્ધાનનું કહેવું છે કે, તેનો હવે ઉપયોગ કરવામાં આવી શકે તેમ નથી તેથી સન્માનપુર્વક તેને નષ્ટ કરી દેવામાં આવવી જોઇએ.
ADVERTISEMENT
બાંગ્લાદેશની 90 ટકા વસ્તી મુસ્લિમ છે
ADVERTISEMENT
બાંગ્લાદેશની કુલ વસ્તી 17 કરોડ છે. જેમાં 90 ટકા મુસલમાન છે. બાકીના 10 ટકા વસતી હિંદુઓ અને ક્રિશ્ચિયનોની છે. ગત્ત મહિને જ સ્વીડન, ડેનમાર્ક જેવા યુરોપીયન દેશોમાં કુરાન સળગાવવાની ઘટનાથી સમગ્ર મુસ્લિમ વિશ્વમાં ભારે ગુસ્સો છે. આ વર્ષે સ્વીડનમાં સૌથી પહેલા જાન્યુઆરીમાં કુરાન સળગાવવાનો મામલો સામે આવ્યો હતો. ડેનમાર્કમાં એક દક્ષિણપંથી નેતાએ સ્વીડનની રાજધાની સ્ટોકહોમ ખાતે તુર્કી દુતાવાસ સામે એક પ્રતિ ફાડીને તેમાં આગ લગાવી દીધી હતી. જેના કારણે મુસ્લિમ દેશો ભારે નારાજ થયા હતા.
ADVERTISEMENT