દીકરાના એન્કાઉન્ટરના બે દિવસ બાદ અતીક અહેમદની હત્યા, જાણો માફિયા ડોનની સમગ્ર ક્રાઈમ કુંડળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉત્તર પ્રદેશ: ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અસદ અને ગુલામના એન્કાઉન્ટરના બે દિવસ બાદ જ માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પણ હત્યા કરવામાં આવી છે. મેડિકલ ચેકઅપ માટે કોલ્વિન હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે બંનેને ગોળી મારી દેવામાં આવી હતી.

પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે હુમલાખોરોએ અતીક અને અશરફને ગોળી મારી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન હુમલાખોરોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. અતીક અને અશરફની હત્યા કરનારા ત્રણ હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી લીધી છે. આવી સ્થિતિમાં, અમે તમને અતીક અહેમદની ક્રાઈમ કુંડળી જણાવી રહ્યા છીએ, જેણે તેને ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યનો માફિયા ડોન બનાવ્યો.

17 વર્ષની ઉંમરે હત્યાનો આરોપ લાગ્યો
અતીક અહેમદની વાર્તા વર્ષ 1979 થી શરૂ થાય છે. તે સમયે, ફિરોઝ અહેમદનો પરિવાર અલ્હાબાદના ચકિયા વિસ્તારમાં રહેતો હતો, જેઓ પરિવારના અસ્તિત્વ માટે ઘોડાગાડી ચલાવતા હતા. ફિરોઝનો પુત્ર અતીક હાઈસ્કૂલમાં નાપાસ થયો હતો. આ પછી તેનું મન અભ્યાસ પરથી હટી ગયું હતું. તેને ધનવાન બનવાની લાલચ હતી. આથી તે ખોટા ધંધામાં પડી ગયો અને ખંડણી વસૂલવા લાગ્યો.

ADVERTISEMENT

માત્ર 17 વર્ષની ઉંમરે તેના પર હત્યાનો આરોપ લાગ્યો હતો. તે સમયે જૂના શહેરમાં ચાંદ બાબાનો જમાનો હતો. પોલીસ અને નેતાઓ બંને ચાંદ બાબાનો ડર ખતમ કરવા માંગતા હતા. તેથી, અતીક અહેમદને પોલીસ અને રાજકારણીઓનું સમર્થન મળ્યું. પરંતુ બાદમાં અતીક અહેમદ ચાંદ બાબા કરતા પણ વધુ ખતરનાક સાબિત થયો.

ગેસ્ટ હાઉસ કાંડમાં અતીક અહેમદનું નામ
જૂન 1995માં લખનૌમાં ગેસ્ટ હાઉસની ઘટનામાં અતીક અહેમદનું નામ મુખ્ય આરોપીઓમાંનું એક હતું, જેણે માયાવતી પર હુમલો કર્યો હતો. માયાવતીએ ગેસ્ટ હાઉસની ઘટનામાં ઘણા આરોપીઓને માફ કર્યા હતા, પરંતુ અતીક અહેમદને છોડ્યા ન હતા.

ADVERTISEMENT

માયાવતી સત્તામાં આવ્યા પછી અતીક અહેમદ માટે કાઉન્ટડાઉન શરૂ થયું, તેથી જ્યારે પણ બીએસપી સત્તામાં આવી ત્યારે અતીક હંમેશા તેમના નિશાના પર રહ્યા. માયાવતી શાસન દરમિયાન, અતીક અહેમદ પર કાનૂની જાળ કડક બનાવવાની સાથે, તેની મિલકતો પર બુલડોઝર ચલાવવાથી લઈને ઘણી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

ADVERTISEMENT

યુપીમાં માયાવતી સરકાર દરમિયાન અતીક અહેમદ જેલના સળિયા પાછળ રહ્યા હતા. બીએસપીની સત્તા દરમિયાન, અતીકની ઓફિસને તોડી પાડવામાં આવી હતી તેમજ તેની મિલકતો જપ્ત કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો અને પ્રયાગરાજમાં તેની રાજકીય પકડ માત્ર નબળી પડી ન હતી પરંતુ સંપૂર્ણપણે નાશ પામી હતી.

2004માં સાંસદ બની ગયો અતીક
ખરેખર, આ હુમલા અને હત્યાકાંડને સમજવા માટે આપણે લગભગ 19 વર્ષ પાછળ જવું પડશે. દેશમાં લોકસભા ચૂંટણી યોજાઈ ગઈ હતી. બાહુબલી નેતા અતીક અહેમદ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર યુપીની ફુલપુર લોકસભા બેઠક પરથી જીત્યા.

આ પહેલા અતીક અહેમદ અલ્હાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય હતા. પરંતુ તેઓ સાંસદ બન્યા બાદ તે બેઠક ખાલી પડી હતી. થોડા દિવસો પછી પેટાચૂંટણીની જાહેરાત થઈ. આ બેઠક પર સપાએ સાંસદ અતીક અહેમદના નાના ભાઈ અશરફને ઉમેદવાર બનાવ્યા. પરંતુ બહુજન સમાજ પાર્ટીએ અશરફની સામે રાજુ પાલને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા. જ્યારે પેટાચૂંટણી થઈ ત્યારે ચોંકાવનારા પરિણામો સામે આવ્યા, બસપાના ઉમેદવાર રાજુ પાલે અતીક અહેમદના ભાઈ અશરફને હરાવ્યા.

25 જાન્યુઆરી 20054- રાજુ પાલ હત્યાકાંડ
પેટાચૂંટણીમાં અશરફની હારને કારણે અતીક અહેમદની છાવણીમાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ ધીરે ધીરે મામલો શાંત પડયો હતો. પરંતુ રાજુ પાલની જીતની ખુશી લાંબો સમય ટકી શકી નહીં. પ્રથમ વખત ધારાસભ્ય બનેલા રાજુ પાલની થોડા મહિના પછી 25 જાન્યુઆરી 2005ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં દેવી પાલ અને સંદીપ યાદવ નામના બે લોકો પણ માર્યા ગયા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હત્યાએ યુપીના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી.

આ મર્ડર કેસમાં તત્કાલિન સાંસદ અતીક અહમદ અને તેના ભાઈ અશરફનું નામ સીધું જ સામે આવ્યું હતું. રાજુપાલની પત્ની પૂજા પાલે એફઆઈઆર નોંધાવી હતી. ધોળા દિવસે ધારાસભ્ય રાજુ પાલની હત્યાથી સમગ્ર વિસ્તાર ચોંકી ગયો હતો. બસપાએ સપા સાંસદ અતીક અહેમદ પર હુમલો કર્યો હતો. તે જ સમયે, દિવંગત ધારાસભ્ય રાજુ પાલની પત્ની પૂજા પાલે ધુમનગંજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધાવ્યો હતો. તે રિપોર્ટમાં સાંસદ અતીક અહેમદ, તેમના ભાઈ અશરફ, ખાલિદ અઝીમનું નામ હતું. કેસ નોંધાયા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી.

મુખ્ય સાક્ષી હતો ઉમેશ પાલ
આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં ઉમેશ પાલ મહત્વનો સાક્ષી હતો. જ્યારે કેસની તપાસ આગળ વધી ત્યારે ઉમેશ પાલને ધમકીઓ મળવા લાગી. પોતાના જીવને ખતરો ગણાવતા તેણે પોલીસ અને કોર્ટને રક્ષણ માટે અપીલ કરી હતી. આ પછી કોર્ટના આદેશ પર યુપી પોલીસ દ્વારા ઉમેશ પાલને સુરક્ષા માટે બે ગનર્સ આપવામાં આવ્યા હતા.

6 એપ્રિલ 2005
ધારાસભ્ય રાજુપાલ હત્યાકાંડની તપાસમાં લાગેલી પોલીસે રાત-દિવસ એક કરી દીધી હતી. પોલીસે આ હત્યાકાંડની તપાસ કરી અને બાદમાં તત્કાલીન સપા સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ સહિત 11 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

22 જાન્યુઆરી 2005
રાજુ પાલનો પરિવાર પણ CB-CIDની તપાસથી નાખુશ હતો. હતાશ થઈને તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. આ મામલાની સુનાવણી બાદ દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો.

20 ઓગસ્ટ 2019
સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈએ રાજુ પાલ હત્યા કેસમાં નવો કેસ નોંધીને તપાસ શરૂ કરી. લગભગ ત્રણ વર્ષની તપાસ બાદ સીબીઆઈએ તમામ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

1 ઓક્ટોબર 2022
દિવંગત ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસની સુનાવણી કરતી વખતે વિશેષ સીબીઆઈ કોર્ટના જજ કવિતા મિશ્રાએ છ આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા. આ હત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય અશરફ, પૂર્વ સાંસદ અતીક અહેમદના ભાઈ સહિત અન્ય લોકો સામેલ હતા. તમામ આરોપીઓ સામે હત્યા, હત્યાનું કાવતરું અને હત્યાના પ્રયાસના આરોપો ઘડવામાં આવ્યા હતા. જો કે, કોર્ટની સામે, આરોપીઓએ આરોપોને નકારી કાઢ્યા અને ટ્રાયલની માંગ કરી. કેસની સુનાવણી માટે આરોપી અશરફ અને ફરહાનને જેલમાંથી લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે રણજીત પાલ, આબિદ, ઈસરાર અહેમદ અને જુનૈદ જેઓ જામીન પર બહાર છે તેઓ પોતે આવીને કોર્ટમાં હાજર થયા હતા.

24 ફેબ્રુઆરી 2023
વાસ્તવમાં આ હુમલામાં માર્યા ગયેલા ઉમેશ પાલ પ્રયાગરાજના રાજુપાલ મર્ડર કેસનો મહત્વનો સાક્ષી હતો. તેમની જુબાની પર જ બાહુબલી અતીક અહેમદ સહિત તમામ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ઉમેશ પાલને અગાઉ પણ ધમકીઓ મળી હતી. આ જ કારણે કોર્ટના આદેશ પર યુપી પોલીસે તેમને બે સુરક્ષાકર્મીઓ એટલે કે ગનર્સ આપ્યા હતા. પરંતુ શુક્રવારે પ્રયાગરાજના ધુમાનગંજ વિસ્તારમાં ઉમેશ પાલ પર સંપૂર્ણ તૈયારી સાથે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. પોલીસ હવે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT