આઝાદીના પર્વ પર આતંકીઓનું નાપાક કૃત્ય, જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં હેન્ડ ગ્રેનેડ ફેંક્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દેશ આજે 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ નાપાક હરકત કરી છે. કાશ્મીરમાં આતંકીઓએ બે જગ્યાએ હેન્ડ ગ્રેનેડથી હુમલા કર્યા. જેમાં એક પોલીસકર્મી સહિત બે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. બંને સ્થળોની ઘેરાબંધી કરી દેવાઈ છે.

પહેલા હુમલામાં સ્થાનિક વ્યક્તિ ઈજાગ્રસ્ત
પહેલા હુમલામાં બડગામના ગોપાલપરામાં આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં એક નાગરિક ઈજાગ્રસ્ત થઈ ગયો. જેની ઓળખ કરણ કુમાર સિંહ તરીકે થઈ હતી. તેને શ્રીનગર સ્થિત હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યો છે. હાલમાં કરણ કુમારની હાલત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.

ADVERTISEMENT

બાદમાં પોલીસ કન્ટ્રોલ રૂમ પણ ગ્રેનેડ ફેંક્યો
આ હુમલાના થોડા સમય બાદ આતંકીઓએ કાશ્મીરમાં પોલીસ કન્ટ્રોલ રૂમ પર ગ્રેનેડથી હુમલો કરી દીધો. જેમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થઈ ગયો. બાદમાં પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

ADVERTISEMENT

આ પહેલા જ હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો
નોંધનીય છે કે, પાછલા કેટલાક દિવસોમાં શ્રીનગર અને જમ્મુ-કાશ્મીરના અન્ય જિલ્લામાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. આ મહિનાની જ ચાર તારીખે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં એક પ્રવાસી મજૂરનું મોત થઈ ગયું હતું. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેમાં પોલીસે જણાવ્યું હતું કે આતંકીઓએ હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ત્યારે આજે ફરી એકવારે આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT