‘મારી સાથે દગો થયો છે’, તુનિશા આપઘાત કેસમાં ‘ખાસ મિત્ર’ શીઝાન ખાનને લઈને થયો ચોંકાવનારો ખુલાસો
મુંબઈ: મુંબઈમાં એક્ટ્રેસ તુનિશા શર્માના મોત મામલે એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલીસે તુનિશાના મિત્ર શીઝાન ખાનની ધરપકડ કરી લીધી છે. આ…
ADVERTISEMENT
મુંબઈ: મુંબઈમાં એક્ટ્રેસ તુનિશા શર્માના મોત મામલે એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલીસે તુનિશાના મિત્ર શીઝાન ખાનની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં હવે મોટો ખુલાસો થયો છે. રવિવારે તુનિશાના કાકાએ આરોપ લગાવ્યો છે કે, તુનિશા છેલ્લા કેટલાક દિવસોથી તણાવમાં હતી. તે નોર્મલ રહેવા ઈચ્છતી હતી, પરંતુ કોઈ વાત તેને પરેશાન કરી રહી હતી. તેને 10 દિવસ પહેલા જ એક્ઝાઈટી એટેક આવ્યો હતો. તેણે કેટલીક વાતો શેર પણ કરી હતી.
10 દિવસ પહેલા તુનિશાને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી હતી
તુનિશાના ચાચાએ 10 દિવસ પહેલા બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અલીબાબા શરૂ થતા જ તુનિશા અને શીઝાન એકબીજાના નિકટ આવી ગયા હતા. લગભગ 10 દિવસ પહેલા તુનિશાને એક્ઝાઈટી એટેક પણ આવ્યો હતો. આ બાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરાવાઈ હતી. જ્યારે હું અને તેની માતા મળવા પહોંચ્યા તો તુનિશાએ જણાવ્યું કે તેની સાથે ખોટું થયું છે. તેને દગો આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
તુનિશાએ માતાને કરી હતી મનની વાત
અમને અંદાજો આવી ગયો હતો કે બંને વચ્ચે કંઈક તો ગરબડ છે. તેની માતાએ પૂછ્યું કે જો સંબંધ નહોતો રાખવો જો નજીક આવવાની શરૂ જરૂર હતી? અમે કહીએ છીએ કે મામલામાં જે પણ દોષી હોય તેમને સજા મળવી જોઈએ.’ કાકાએ એમ પણ જણાવ્યું કે, તુનિશાના માસી ઈંગ્લેન્ડમાં છે. આથી તેમના આવ્યા બાદ 27 ડિસેમ્બરે તુનિશાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
20 વર્ષની ઉંમરે તુનિશાએ કર્યો આપઘાત
નોંધનીય છે કે, 24 ડિસેમ્બરે સાંજે 20 વર્ષની તુનિશા શર્મા TV સીરિયલના સેટ પર હતી. તે વોશરૂમ માટે મેકઅપ રૂમમાં પહોંચી અને અંદરથી દરવાજો બંધ કરીને ફાંસો ખાઈ લીધો હતો. બાદમાં તુનિશાનો કો-સ્ટાર અને મિત્ર શીઝાન ગેટ તોડીને અંદર પહોંચ્યો અને તુનિશાને નીચે ઉતારી હતી. ઘટના પર તુનિશાની માતાએ આપઘાત માટે શીઝાનને જવાબદાર ગણાવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT