આજે નવા વર્ષની પહેલી ટી-20 મેચ, ભારત-શ્રીલંકા વચ્ચે જામશે ખરાખરીનો જંગ
નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 મેચોની સીરિઝ આજથી શરૂ થઈ રહી છે. સીરિઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારત અને શ્રીલંકાની…
ADVERTISEMENT
નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 મેચોની સીરિઝ આજથી શરૂ થઈ રહી છે. સીરિઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારત અને શ્રીલંકાની ટીમો 2023માં પ્રથમ વખત મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. કેપ્ટન રોહિત શર્મા અનફિટ હોવાના કારણે આ સીરીઝમાં નહીં રમે. તે વનડે સીરિઝમાંથી પરત ફરશે. આજે પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 કલાકે શરુ થશે. ભારતીય ટીમના ‘બિગ-થ્રી’ રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને શ્રીલંકા સામેની સીરિઝમાં સામેલ કરવામાં આવ્યા નથી.
રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલની આવેજીમાં હાર્દિક પર સમગ્ર ટીમની જવાબદારી જોવા મળશે. આ વર્ષે ભારત ODI વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટનું સંપૂર્ણ ધ્યાન તે ટૂર્નામેન્ટ પર છે. આ માટે મેનેજમેન્ટે 1 જાન્યુઆરીએ એક બેઠક પણ કરી હતી અને રોડમેપ તૈયાર કર્યો હતો. તેનું ધ્યાન ટી20 મેચો પર ઓછું છે. કોહલી, રોહિત અને રાહુલને પણ ટૂંકા ફોર્મેટથી દૂર રાખી શકાય છે. આવી સ્થિતિમાં હાર્દિકને પોતાની ટીમ તૈયાર કરવાની પૂરી તક મળશે.
ભારતની ટિમ : હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ માવી, ઈશાન કિશન, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, મુકેશ કુમાર. .
ADVERTISEMENT
શ્રીલંકાની ટિમ : દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, ચરિત અસલંકા, ધનંજય ડી સિલ્વા, વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, સાદિરા સમરવિક્રમા, કુસલ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, અશેન બંદારા, મહિષ મદુષાન્ના, રાજુલા, દૂષાન્ના, વિલન રાજપક્ષે, દ્વિષાણી, ડી. મદુષણ, લાહિરુ કુમારા, નુવાન તુશારા.
ADVERTISEMENT