UP: કેમેરા સામે મર્ડર અને પછી સરેન્ડર… પત્રકાર બનીને આવેલા હત્યારાઓએ અતીકને ગોળીઓ ધરબી દીધી
પ્રયાગરાજ: પ્રયાગરાજમાં માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઘટના પ્રયાગરાજના મેડિકલ કોલેજની બહાર થઈ છે.…
ADVERTISEMENT
પ્રયાગરાજ: પ્રયાગરાજમાં માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઘટના પ્રયાગરાજના મેડિકલ કોલેજની બહાર થઈ છે. 13 એપ્રિલે ઝાંકી જિલ્લાના પરીછા ડેમ વિસ્તારમાં અતીકના દીકરા અસદ અને શૂટર મોહમ્મદ ગુલામનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થઈ ગયું હતું. આજે જ અતીક અહેમદના દીકરા અસદને કડક સુરક્ષામાં કબ્રસ્તાનમાં દફનાવાયો હતો.
કહેવાઈ રહ્યું છે કે મેડિકલ કોલેજ બહાર ત્રણેય યુવકોએ જય શ્રીરામના નારા લગાવતા અતીક અને તેના ભાઈ અશરફ પર ગોળીઓનો વરસાદ કરી દીધો. બંનેને પોલીસની ટીમ મેડિકલ ચેકઅપ કરાવીને પાછા લઈ જઈ રહી હતી.
17 એપ્રિલ સુધીના રિમાન્ડ હતા
ઉમેશ પાલ હત્યાકાંડમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હતા. પ્રયાગરાજના સીજેએમ કોર્ટથી યુપી પોલીસને બંનેના 17 એપ્રિલ સુધીના રિમાન્ડ મળ્યા હતા.
ADVERTISEMENT
ગોળી મારનારા પકડાયા
કહેવાઈ રહ્યું છે કે અતીક અને અશરફને ગોળી મારીને હત્યા કરનારા ત્રણેય હુમલાખોરોને પોલીસે પકડી લીધા છે. તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેમને ધૂમનગંજ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે.
જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે યુપીના ઝાંસીમાં યુપી STFએ અતીક અહેમદના દીકરા અસદનું એન્કાઉન્ટર કરી દીધું હતું. આ સાથે જ શૂટર ગુલામને પણ ઠાર કરી દીધો હતો. STFની ટીમ પાછલા દોઢ મહિનાથી અસદ અહેમદ અને ગુલામને ટ્રેસ કરી રહી હતી. આ એન્કાઉન્ટર યુપી STFના ડેપ્યુટી એસ.પી નવેંદુ અને ડેપ્યુટી એસ.પી વિમલની આગેવાનીમાં થઈ હતી. અસદ પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT