દિલ્હીમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો શું લખ્યું ઈ-મેલમાં
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીની વધુ એક શાળામાં બોમ્બ હોવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ દિલ્હી પોલીસ અને અન્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે…
ADVERTISEMENT
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીની વધુ એક શાળામાં બોમ્બ હોવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ દિલ્હી પોલીસ અને અન્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલી રહી છે. આ પહેલા પણ ઘણી શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે.
દિલ્હીના સાકેત પુષ્પ વિહારમા આવેલી અમૃતા પબ્લિક સ્કૂલને મંગળવારે સવારે 6:45 વાગ્યે બોમ્બ હોવાની જાણ થઈ હતી. બોમ્બની જાણ ઈમેલ દ્વારા કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ અને અન્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી
દક્ષિણ જિલ્લા ડીસીપી ચંદન ચૌધરીએ જણાવ્યું કે મેઈલ મળ્યા બાદ શાળામાં ચેકિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દરેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. તેમનું કહેવું છે કે આ મેલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હીના સાઉથ ઈસ્ટ ડીસીપી રાજેશ દેવે કહ્યું કે માહિતી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાંચની બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને સ્થાનિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી. તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી.
ADVERTISEMENT
આ પહેલા પણ મળી ચૂકી છે ધમકી
આ પહેલા 12 એપ્રિલે દક્ષિણ દિલ્હીના ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સાદિક નગરમાં આવેલી એક સ્કૂલમાં બોમ્બ વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ધમકી બાદ અરાજકતા ફેલાઈ ગઈ હતી. શાળા પ્રશાસન દ્વારા પરિવારના સભ્યોના વોટ્સએપ ગ્રુપ પર મેસેજ જારી કરીને કહેવામાં આવ્યું હતું કે તેઓ તાત્કાલિક શાળાએ પહોંચે અને તેમના બાળકોને ઘરે લઈ જાય. આ મેસેજ મળતાની સાથે જ સ્કૂલની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. સગાસંબંધીઓ બાળકો સાથે જવા લાગ્યા.
ADVERTISEMENT