સોસાયટીની ગટરમાંથી મળ્યા હજારો કોન્ડોમ, PG માં રહેતી યુવતી-યુવકો પર ગંભીર આક્ષેપ
નવી દિલ્હી : લુધિયાણામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક સોસાયટીની ગટર જામ થઇ ગઇ હતી. સોસાયટીના રહેવાસીઓ ગટરની સાફ સફાઇ માટે કર્મચારીને…
ADVERTISEMENT
નવી દિલ્હી : લુધિયાણામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક સોસાયટીની ગટર જામ થઇ ગઇ હતી. સોસાયટીના રહેવાસીઓ ગટરની સાફ સફાઇ માટે કર્મચારીને બોલાવ્યો. જ્યારે કચરો કાઢવામાં આવ્યો તો તેમાં સેંકડો યુઝ્ડ કોન્ડોમ મળી આવ્યા હતા. આ જોતા જ સોસાયટીના લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. સોસાયટીમાં રહેતા પીજીના યુવકો પર આક્ષેપ કર્યા હતા. આ યુવકો વારંવાર અલગ અલગ યુવતીઓને બોલાવતા હોવાનો અને અહીં દેહવ્યાપાર પણ ચાલતો હોવાનો આક્ષેપ કર્યા હતા. તેમના કારણે જ આ ગટર જામ થઇ હોવાનો અને તેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
PG મા વારંવાર યુવતીઓ આવે છે
કિસ્સો લુધીયાણાના તાજપુર રોડના સંજયગાંધી નગરનો છે. અહીં વોર્ડ 20માં ગટર જામ થઇ ગઇ હતી. જેની સફાઇ માટે તેમણે સફાઇ કર્મચારીને બોલાવ્યો હતો. જ્યારે ગટરમાંથી કચરો કાઢવામાં આવ્યો તો તેમાથી સેંકડો કોન્ડોમ મળી આવ્યા હતા. જેના પગલે સોસાયટીના લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે અહીં એક પીજી ચાલે છે. જ્યાં યુવકો વારંવાર અનેક યુવતીઓને બોલાવે છે. આ ઉપરાંત અહીં દેહવ્યાપાર પણ કરાવે છે. જેના કારણે આ કોન્ડોમથી સમગ્ર ગટરલાઇન બ્લોક થઇ છે. જેના કારણે સમગ્ર સોસાયટી પરેશાન થાય છે. તેમણે પોલીસ તંત્રને ઝડપથી પીજી ખાલી કરાવવા માટેની અરજી પણ કરી દીધી હતી.
(PG માંથી યુઝ્ડ કોન્ડોમ મળી આવતા રહીશોનો હોબાળો)
ADVERTISEMENT
પીજીમાં બિનકાયદેસર પ્રવૃતિ ચાલતી હશે તો ખાલી કરાવાશે
સોસાયટીના લોકોએ જણાવ્યું કે, અનેકવાર પોલીસ ફરિયાદ કરવામાં આવી જો કે યુવકોએ પોલીસ સાથે પણ સેટિંગ કરી લીધું છે. જેના કારણે તેમની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નથી થતી. આ યુવકોના કારણે પરિવારની મહિલાઓને ઘરથી બહાર નિકળવું મુશ્કેલ થઇ ગયું છે. તેમણે પોલીસ તંત્ર પાસે માંગ કરી છે કે, પીજીને તુરંત જ ખાલી કરાવાય અને લોકોને રાહત આપવામાં આવે. યુવક મોડી રાત સુધી હુડદંક કરે છે. જેના કારણે અહીંની શાંતિ વ્યવસ્થા પણ પ્રભાવિત થઇ રહી છે. જો કે પીજી માલિકે જણઆવ્યું કે, તેણે આ સ્થળ ભાડે લીધું છે. તેમના પીજીમાં કોઇ બિનકાયદેસર પ્રવૃતિ થતી હશે તો તે પ્રવૃતિ કરનાર વ્યક્તિને તુરંત જ ખાલી કરાવાશે.
ADVERTISEMENT