બોલો! ચોરોની નજર હવે મોંઘા ટામેટાં પર પડી, ખેતરમાંથી 2.50 લાખના ટામેટા ચોરી ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કર્ણાટક: છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં ટામેટાના ભાવમાં ઝડપથી વધારો થયો છે. આ મોંઘવારીએ સામાન્ય લોકો, વેપારીઓ અને દુકાનદારોને પરેશાન કરી દીધા છે. હવે મોંઘવારીની અસર ખેડૂતો સુધી પણ પહોંચવા લાગી છે. કર્ણાટકના હાસન જિલ્લામાં એક ખેડૂતના ખેતરમાંથી ટામેટાંની ચોરી થઈ છે. આટલા મોંઘા થતા ટામેટાનો લાભ ખેડૂતોને મળી રહ્યો નથી, ઉપરથી ખેડૂતો મહેનત કરીને જે ટામેટા ઉગાડે છે તે સીધા ખેતરમાંથી ચોરી થઈ રહ્યા છે. પીડિત ખેડૂતે અંદાજના આધારે જણાવ્યું છે ,કે તેના ખેતરમાંથી લગભગ અઢી લાખ રૂપિયાના ટામેટાંની ચોરી થઈ છે.

2 એકરમાં ખેડૂતે ટામેટાની ખેતી કરી હતી
મહિલા ખેડૂત ધરાણીએ લગભગ બે એકર જમીનમાં ટામેટાંની ખેતી કરી છે. તેણે જણાવ્યું છે કે, 4 જુલાઈની રાત્રે તેના ખેતરમાંથી લગભગ અઢી લાખ રૂપિયાના ટામેટાંની ચોરી થઈ હતી. તેણે ઉમેર્યું કે, બેંગલુરુમાં ટામેટાં 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે તે જોઈને તે પણ તેના પાકને સારી કિંમતે વેચીને નફો મેળવવાની યોજના બનાવી રહી હતી, પરંતુ કોઈએ તેના પ્લાન પર પાણી ફેરવી દીધું.

લોન લઈને ટામેટાનો પાક વાવ્યો હતો
ધારાણીએ કહ્યું, ‘આ વર્ષે કઠોળની ખેતીમાં અમને મોટું નુકસાન થયું છે. અમે ટામેટાની ખેતી માટે લોન લીધી હતી. અમારો પાક સારો હતો અને ભાવ પણ ખૂબ સારા હતા. ચોરોએ અમારા ખેતરમાંથી લગભગ 50-60 બોરી ટામેટાંની ચોરી કરી હતી. એટલું જ નહીં ચોરોએ અમારા ખેતરોમાં ઉભા પાકને પણ બરબાદ કર્યો હતો.

ADVERTISEMENT

પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ટામેટાની ચોરીના આ મામલામાં હલબિદૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે ટામેટાના છોડને ખરાબ રીતે નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં ટામેટાં ખૂબ મોંઘા થઈ ગયા છે અને માર્કેટમાં પણ ટામેટાંની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોથી વધુ થઈ ગઈ છે. આનું પરિણામ એ આવ્યું છે કે ઘણા વિસ્તારોમાં લોકોને ટામેટાં માટે 160 રૂપિયા ચૂકવવા પડે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT