યુરોપમાં ઇસ્લામને કોઇ જ સ્થાન નથી: ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીનું નિવેદન
ઇસ્લામીકરણની પ્રક્રિયા યુરોપિયન સાંસ્કૃતિક મુલ્યોથી તદ્દન વિરુદ્ધ ઋષી સુનક પણ કાર્યક્રમમાં હાજર રહ્યા ઉપરાંત એલન મસ્કે પણ આપ્યું નિવેદન યુરોપિયન સમાજને અસ્થિર કરવા માટેનું વિશાળ…
ADVERTISEMENT
- ઇસ્લામીકરણની પ્રક્રિયા યુરોપિયન સાંસ્કૃતિક મુલ્યોથી તદ્દન વિરુદ્ધ
- ઋષી સુનક પણ કાર્યક્રમમાં હાજર રહ્યા ઉપરાંત એલન મસ્કે પણ આપ્યું નિવેદન
- યુરોપિયન સમાજને અસ્થિર કરવા માટેનું વિશાળ ષડયંત્ર ચાલી રહ્યું છે
Giorgia Meloni: ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ બ્રધર્સ ઓફ ઈટાલી પાર્ટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઋષિ સુનકે પણ ભાગ લીધો હતો.
Giorgia Meloni On Islam: ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઈસ્લામિક સંસ્કૃતિ વિશે કહ્યું કે, યુરોપમાં તેના માટે કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે, ઈસ્લામિક સંસ્કૃતિ અને આપણી સભ્યતાના મૂલ્યો અને અધિકારો વચ્ચે કોઈ સમાનતા નથી અને આ એક મોટી સમસ્યા છે.
ઇસ્લામિકરણની પ્રક્રિયા યુરોપીયન સાંસ્કૃતિના મુલ્યોથી દુર
મેલોનીએ કહ્યું કે, “સાઉદી અરેબિયા ઇટાલીમાં ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને ભંડોળ પૂરું પાડે છે, જ્યાં શરિયા લાગુ કરવામાં આવે છે. યુરોપમાં ઇસ્લામીકરણની પ્રક્રિયા ચાલી રહી છે, જે આપણી સંસ્કૃતિના મૂલ્યોથી દૂર છે.” ઇટાલીના વડાપ્રધાને આ ટિપ્પણીઓ તેમના અત્યંત જમણેરી પક્ષ – બ્રધર્સ ઑફ ઇટાલી દ્વારા આયોજિત રોમમાં એક ઉત્સવનું આયોજનમાં કરી હતી.
ADVERTISEMENT
આ કાર્યક્રમમાં ઋષિ સુનકે પણ ભાગ લીધો હતો
હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, આ કાર્યક્રમમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન સુનકે પોતાના ભાષણમાં કહ્યું કે તેઓ શરણાર્થી વ્યવસ્થામાં વૈશ્વિક સુધારા પર આગ્રહ રાખશે. તેમણે ચેતવણી પણ આપી હતી કે, શરણાર્થીઓની વધતી સંખ્યાનો ખતરો યુરોપના કેટલાક ભાગોને અસર કરી શકે છે.
‘આપણા સમાજને અસ્થિર કરવાનો પ્રયાસ’
તેમણે કહ્યું કે, કેટલાક દુશ્મનો જાણી જોઈને આપણા સમાજને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ માટે લોકોને આપણા કિનારે લાવવામાં આવી રહ્યા છે. જો આપણે આ સમસ્યાનો સામનો નહીં કરીએ તો આ સંખ્યા વધુ વધશે. આ અમારા લોકોને મદદ કરવાની અમારી ક્ષમતાને અસર કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “જો આના માટે અમારે અમારા કાયદાઓને અપડેટ કરવાની જરૂર હોય, તો અમારે તેમને અપડેટ કરવા જોઈએ.”
ADVERTISEMENT
ઇટાલીમાં જન્મ દર સૌથી નીચા સ્તરે
એલોન મસ્ક પણ વાર્ષિક કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ વૈશ્વિક નેતાઓને મળ્યા હતા. આ અવસરે તેમણે કહ્યું કે વસતીના નુકશાનનો સામનો કરવા માટે ઈમિગ્રેશન પૂરતું નથી. તેમણે કહ્યું કે, “સંસ્કૃતિના મૂલ્યો હોય છે. અમે નથી ઈચ્છતા કે ઈટાલી એક સંસ્કૃતિ તરીકે અદૃશ્ય થઈ જાય.” મસ્કે વધુમાં કહ્યું કે ઈટાલીનો જન્મ દર તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT