BREAKING: Chandrayaan-3 ચંદ્રના જે ભાગ પર લેન્ડ થયું તે પોઈન્ટ હવે ‘શિવ શક્તિ’ નામથી ઓળખાશે
PM Modi at ISRO: પીએમ આજે ચંદ્રયાન-3ની સફળતા બાદ વૈજ્ઞાનિકો સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. અહીં PM મોદીએ જાહેરાત કરી છે કે, ભારતનું મૂન લેન્ડર…
ADVERTISEMENT
PM Modi at ISRO: પીએમ આજે ચંદ્રયાન-3ની સફળતા બાદ વૈજ્ઞાનિકો સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. અહીં PM મોદીએ જાહેરાત કરી છે કે, ભારતનું મૂન લેન્ડર ચંદ્ર પર જ્યાં ઉતર્યું છે તે પોઈન્ટ ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે. બે દેશોની મુલાકાત લઈને ભારત પરત ફરેલા પીએમ મોદી સીધા બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યા હતા. જે બાદ તેઓ વૈજ્ઞાનિકોને મળવા ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે આ અંગેની જાહેરાત કરી.
ચંદ્રયાન-2 ક્રેશ થયું તે સ્થાન તિરંગા પોઈન્ટ તરીકે ઓળખાશે
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, કોઈપણ સફળતા અંતિમ હોતી નથી, તેથી જે જગ્યા પર આપણા ચંદ્રયાન-2ના પદચિહ્ન પડ્યા હતા તે આજથી તિરંગા પોઈન્ટ તરીકે ઓળખાશે. આ સાથે જ PM મોદીએ જાહેરાત કરી છે કે જે દિવસે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડ થયું હતું, તેને હવે ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે દરવર્ષે ઉજવવામાં આવશે.
The point where the moon lander of Chandrayaan-3 landed will now be known as 'Shiv Shakti'. pic.twitter.com/C4KAxLDk22
— PMO India (@PMOIndia) August 26, 2023
ADVERTISEMENT
ભારત હવે 23 ઓગસ્ટે નેશનલ સ્પેસ ડે ઉજવશે: મોદી
મોદીએ કહ્યું, તમે જે આધ્યાત્મિક અભ્યાસ કર્યો છે તેના વિશે દેશવાસીઓને ખબર હોવી જોઈએ. આ સફર સરળ ન હતી. મૂન લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે, વૈજ્ઞાનિકોએ ISROમાં કૃત્રિમ ચંદ્ર બનાવ્યું નાખ્યો હતો. વિક્રમ લેન્ડરને લેન્ડ કરીને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આટલી બધી પરીક્ષાઓ આપીને મૂન લેન્ડર ત્યાં પહોંચ્યું છે, તેથી તેને સફળતા મળશે તે નિશ્ચિત હતું. આજે જ્યારે હું જોઉં છું કે ભારતની યુવા પેઢી વિજ્ઞાન, અવકાશ અને ઈનોવેશનને લઈને ઉર્જાથી ભરેલી છે તો તેની પાછળ આવી સફળતાઓ છે. મંગલયાન અને ચંદ્રયાનની સફળતા અને ગગનયાનની તૈયારીએ દેશને નવો મિજાજ આપ્યો છે.
Now onwards, every year, 23rd August will be celebrated as the National Space Day. pic.twitter.com/R2sR56bvst
— PMO India (@PMOIndia) August 26, 2023
ADVERTISEMENT
તેમણે કહ્યું કે, આજે ભારતના નાના બાળકોના મોઢા પર ચંદ્રયાનનું નામ છે. આજે ભારતનું બાળક તેના વૈજ્ઞાનિકોમાં ભવિષ્ય જોઈ રહ્યું છે. આ પણ તમારી સિદ્ધિ છે કે તમે સમગ્ર ભારતની પેઢીને જાગૃત કરી અને ઊર્જા આપી. તમે તમારી સફળતાની ઊંડી છાપ છોડી છે. આજથી જે પણ બાળક રાત્રે ચંદ્રને જોશે તે માની જશે કે જે હિંમત અને ભાવના તે બાળકમાં છે જેનાથી મારો દેશ ચંદ્ર પર પહોંચ્યો છે. તમે બાળકોમાં આકાંક્ષાઓના બીજ વાવ્યા છે. તેઓ વટવૃક્ષ બનશે અને વિકસિત ભારતનો પાયો બનશે. યુવા પેઢીને સતત પ્રેરણા મળે તે માટે નિર્ણય લેવાયો છે. 23 ઓગસ્ટે જ્યારે ભારતે ચંદ્ર પર ત્રિરંગો લહેરાવ્યો હતો, ત્યારે ભારત તે દિવસને ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવશે. આ દિવસ આપણને હંમેશા પ્રેરણા આપતો રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT