હિમાચલની જમીન પડી રહી છે પોચી, શિમલા,કુલ્લુ, સોલાન જેવા શહેરો તુટી પડશે

ADVERTISEMENT

rain in Himachal pradesh
rain in Himachal pradesh
social share
google news

Himachal Pradesh Disaster: હિમાચલ પ્રદેશ પર અત્યાર સુધીની સૌથી મોટી તબાહીનો ખતરો મંડરાઇ રહ્યો છે. સમગ્ર હિમાચલ પ્રદેશના પહાડો પર વસેલા તમામ શહેરો નીચેની માટીમાં ભારે ભેજ જોવા મળી રહ્યો છે. ભારે ભેજના કારણે ક્યારેક ક્યારેક ભારે વસતીના શહેર નીચે ખસી શકે છે.

હિમાચલના અનેક પહાડોમાં ભારે ભેજ જોવા મળ્યો

ગત્ત થોડા દિવસોથી હિમાચલ પ્રદેશમાં થઇ રહેલા વરસાદે એક મોટા ખતરો પેદા કર્યો છે. આ ખતરો હિમાચલ પ્રદેશના પહાડો પર વસેલા શહેરોની નીચે માટીમાં ભેજ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુસાર સતત થઇ રહેલા વરસાદના કારણે અહીંના પહાડોની અંદર માટીમાં એટલો ભેજ આવી ગયો છે કે તેના કારણે લેંડસ્લાઇડ, મડ સ્લાઇડ સહિત મોટા મોટા પહાડોના જંગલો નીચે માટી સતત ખસી રહી છે.

ADVERTISEMENT

ચાર જુલાઇથી થઇ રહેલી માટીના કારણે અનેક શહેરો ખસવા માંડશે

વૈજ્ઞાનિકોને હવે તે વાતનો ડર છે કે, ચાર જુલાઇથી થઇ રહેલા વરસાદ અને માટીમાં આવેલા ભેજના કારણે આગામી થોડા મહિનામાં પહાડો પર વસેલા શહેરો ખસવા લાગે તેવી શક્યતા છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓથી પહાડો પર આ ભેજની માહિતી એકત્ર કરવા માટે જણાવાયું છે. જેથી કેટલા પહાડો અને શહેરો સુરક્ષીત છે તે અંગેની માહિતી મળી શકે.

ADVERTISEMENT

હિમાચલના પહાડોમાં ભારે ભેજ

ADVERTISEMENT

હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગના નિર્દેશક સુરેન્દ્ર પાલ કહે છે કે, ગત્ત થોડા દિવસોથી સતત થઇ રહેલા પહાડોના વરસાદના કારણે હિમાચલ પ્રદેશ પર ખતરો જોવા મળી રહ્યો છે. તે જણાવે છે કે, સતત વરસાદના કારણે પહાડોની માટીમાં ભારે ભેજ જોવા મળી રહ્યો છે. આ વધેલા ભેજના કારણે પહાડો પર સ્થાપિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સૌથી વધારે ખતરો પેદા થઇ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT