કપિલ શર્મા શોના એક્ટરને થયું કેન્સર, ખોટી સારવાર અપાતા તબિયત વધુ ખરાબ થઈ ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ના અભિનેતા અતુલ પરચુરે કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. 56 વર્ષીય અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં પોતે ખુલાસો કર્યો હતો. અભિનેતા કેન્સરથી પીડિત હોવાના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા છે. અભિનેતાએ જણાવ્યું કે તેમને કેન્સરની બીમારીની જાણ કેવી રીતે થઈ.

કેવી રીતે અતુલ પરચુરેને કેન્સરની ખબર પડી
ઇટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં અતુલ પરચુરેએ કહ્યું, “મારા લગ્નને 25 વર્ષ પૂરા થયા હતા. જ્યારે અમે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ગયા ત્યારે હું ઠીક હતો. પરંતુ થોડા દિવસો પછી હું કંઈ ખાઈ શક્તો ન હતો” અભિનેતાએ વધુમાં ઉમેર્યું, “મને લાગ્યું કે કંઈક ખોટું છે. બાદમાં મારા ભાઈએ મને કેટલીક દવાઓ આપી પરંતુ તેનો મને કોઈ ફાયદો ન થયો.

ઘણા ડોકટરોની મુલાકાત લીધા પછી, મને અલ્ટ્રાસોનોગ્રાફી કરાવવાનું કહેવામાં આવ્યું. જ્યારે ડૉક્ટરે આ કર્યું, ત્યારે મેં તેમની આંખોમાં ડર જોયો અને મને ખાતરી થઈ ગઈ કે કંઈક ખોટું છે. મને કહેવામાં આવ્યું કે, મારા લીવરમાં લગભગ 5 સેમી લાંબી ગાંઠ છે અને તે કેન્સરગ્રસ્ત છે. મેં તેમને પૂછ્યું કે હું ઠીક થઈશ કે નહીં, અને તેમણે કહ્યું, ‘હા, તમે ઠીક થઈ જશો. જો કે, સારવારની મારા પર ઊંધી અસર થઈ અને મારી તબિયત વધુ બગડતી રહી અને સર્જરીમાં વિલંબ થઈ ગયો.

ADVERTISEMENT

ખોટી સારવારને કારણે તબિયત બગડી
અતુલે કહ્યું, “જાણ્યા પછી મારી પહેલી પ્રોસિઝર ખોટી થઈ ગઈ હતી. મારા સ્વાદુપિંડને અસર થઈ અને મને તકલીફ થવા લાગી. ખોટી સારવારથી સ્થિતિ ખરેખર ખરાબ થઈ ગઈ. હું ચાલી પણ શકતો ન હતો. હું વાત કરતી વખતે હચમચી જતો હતો. આવી સ્થિતિમાં, ડોક્ટરે મને દોઢ મહિનો રાહ જોવાનું કહ્યું. એક્ટરે કહ્યું કે, જો તેઓ સર્જરી કરાવશે તો મને વર્ષો સુધી કમળો થશે અને મારા લિવરમાં પાણી ભરાઈ જશે અથવા તો હું બચીશ નહીં. મેં ડોક્ટરો બદલ્યા અને યોગ્ય દવા લીધી. અને કીમોથેરાપી લીધી.”

કેન્સરને કારણે અતુલ કપિલ શર્માનો શો કરી શક્યા નહીં
લોકપ્રિય મરાઠી અભિનેતા વર્ષો સુધી કપિલના શોનો ભાગ હતા. અભિનેતાએ કહ્યું કે, તે તેની તબિયતને કારણે ટીમ સાથે કામ કરવાનું ચૂકી ગયો નહીં તો તે તેમના આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર તેમની સાથે જઈ શક્યો હોત. અભિનેતાએ શેર કર્યું, “હું ઘણા વર્ષોથી કપિલ શર્મા કરી રહ્યો છું. તેમણે મને સુમોનાના પિતાની ભૂમિકા ભજવવા માટે બોલાવ્યો. મારા કેન્સરને કારણે હું તે એપિસોડમાં પરફોર્મ કરી શક્યો નહીં. હું કપિલ સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર જઈ શક્યો હોત. જલદી ખબર પડશે કે હું સંપૂર્ણ સ્વસ્થ થયો છું કે નહીં.

ADVERTISEMENT

જણાવી દઈએ કે અતુલને આર.કે. લક્ષ્મણ કી દુનિયા, કોમેડી નાઇટ્સ વિથ કપિલ, જાગો મોહન પ્યારે અને ભાગો મોહન પ્યારે જેવા અન્ય ઘણા શોમાં જોવાયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT