સમલૈંગિક વિવાહનો વિચાર લોક સમ્મત નહીં પણ શહેરી માનસિકતાઃ સુપ્રીમમાં બોલી સરકાર
સંજય શર્મા.નવી દિલ્હીઃ સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવા માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર મંગળવારે સુનિશ્ચિત સુનાવણી પહેલા કેન્દ્ર સરકારે વધુ એક એફિડેવિટ દાખલ કરી…
ADVERTISEMENT
સંજય શર્મા.નવી દિલ્હીઃ સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવા માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર મંગળવારે સુનિશ્ચિત સુનાવણી પહેલા કેન્દ્ર સરકારે વધુ એક એફિડેવિટ દાખલ કરી હતી. કેન્દ્રએ CJI DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બંધારણીય બેંચને તમામ અરજીઓ ફગાવવાની અપીલ કરી છે. તેના કાઉન્ટર એફિડેવિટમાં, કેન્દ્ર સરકારે કહ્યું છે કે સમલૈંગિક લગ્ન એ શહેરી ભદ્ર ખ્યાલ છે જે દેશના સામાજિક સિદ્ધાંતોથી દૂર છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એવું પણ કહ્યું કે, વિષમલિંગી યુનિયનની બહાર લગ્નની વિભાવનાનું વિસ્તરણ એ નવી સામાજિક સંસ્થા બનાવવા સમાન છે. માત્ર સંસદ જ તમામ ગ્રામીણ, અર્ધ-ગ્રામીણ અને શહેરી વસ્તીના વ્યાપક મંતવ્યો અને અવાજો, ધાર્મિક સંપ્રદાયોના મંતવ્યો અને વ્યક્તિગત કાયદાઓ તેમજ લગ્નના ક્ષેત્રને સંચાલિત કરતા રિવાજોને ધ્યાનમાં લઈને નિર્ણય લઈ શકે છે. કોર્ટને સમાજમાં લગ્નની નવી સંસ્થાની કલ્પનાને જન્મ આપવાનો કોઈ અધિકાર નથી.
કર્ણાટકઃ BJP છોડી પૂર્વ CM જગદીશ શેટ્ટાર કોંગ્રેસમાં જોડાયા, કેમ થયા નારાજ જાણો
આવનારા સમયમાં અનેક ગૂંટવણો થશે
કોર્ટ આ મામલે નિર્ણય લઈ શકે નહીં. આ મામલે કેન્દ્ર સરકાર પણ આવો જ જવાબ દાખલ કરી ચૂકી છે. તેમાં પણ સરકારે ભારતના સામાજિક અને સાંસ્કૃતિક આધાર પર સમલૈંગિક લગ્નનો સખત વિરોધ કર્યો હતો. સરકારે કહ્યું હતું કે તે ભારતીય સંસ્કૃતિના પારિવારિક અને સામાજિક ખ્યાલની બિલકુલ વિરુદ્ધ છે. જેના કારણે આવનારા સમયમાં અનેક ગૂંચવણો સર્જાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT