AAP ના નેતાની અરજી પર ગુજરાત હાઇકોર્ટે જીતુ વાઘાણીને તેડું મોકલ્યું
અમદાવાદ : ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઇકોર્ટે સમન્સ પાઠવ્યું છે. એક ચૂંટણી સમયના કેસમાં હવે સુનાવણી હાથ ધરતા હાઇકોર્ટે જીતુ વાઘાણીને તેડું મોકલ્યું છે. ગુજરાત…
ADVERTISEMENT
અમદાવાદ : ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઇકોર્ટે સમન્સ પાઠવ્યું છે. એક ચૂંટણી સમયના કેસમાં હવે સુનાવણી હાથ ધરતા હાઇકોર્ટે જીતુ વાઘાણીને તેડું મોકલ્યું છે. ગુજરાત હાઈકોર્ટે જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, AAP ના નેતા રાજુ સોલંકી દ્વારા ચૂંટણી સમયે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટર વાયરલ થવા મુદ્દે રાજુ સોલંકીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે બાબત કોર્ટમાં હવે ચાલી જતા સ્પષ્ટતા માટે જીતુ વાઘાણીને સમસન્સ પાઠવવામાં આવ્યું છે.
જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમમાંથી જીતી ગયા
અત્રે ઉલ્લેખનીય છે કે, જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમમાંથી જીતી ગયા હતા. જો કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થઇ હતી. જો કે હવે તેમના અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પર પોસ્ટરોનું વિતરણ થયું હતું. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, રાજુ સોલંકીએ ભાજપને સમર્થન આપી દીધું છે. તેઓ જીતુ વાઘાણીને સમર્થન આપી રહ્યા છે તે પ્રકારના પોસ્ટર વાયરલ થઇ રહ્યા હતા. આપ નેતા રાજુ સોલંકીએ ભાજપને સમર્થન આપ્યાના પોસ્ટર વાયરલ થયા બાદ આપ સહિત રાજુ સોલંકી પણ ચોંકી ઉઠ્યા હતા. ગુજરાત વિધાનસભામાં અરજી કરી હતી.
રાજુ સોલંકીએ પોસ્ટર વાયરલ થયા બાદ કર્યો હતો વિરોધ
બીજી તરફ આપ નેતા રાજુ સોલંકીએ પોસ્ટર વાયરલ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે ચૂંટણી તો પુર્ણ થઇ ગઇ હતી અને જીતુ વાઘાણી જીતી પણ ગયા હતા. જો કે હવે કેસ કોર્ટમાં ચાલી ગયો છે. હવે રાજુ સોલંકીની અરજી વચ્ચે હવે ગુજરાત હાઇકોર્ટે ભાજપ નેતા જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે. મહત્વનું છે કે, આ મામલે હવે 21 એપ્રિલના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી ટાણે આવા પોસ્ટર વાયરલ થયા બાદ મામલો ગરમાયો હતો. આપ દ્વારા આનો પુરજોર વિરોધ કરાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT