SBI ના સરકારી વલણથી નાણામંત્રી પણ પરેશાન! ટ્વીટ કરીને માનવતા દાખવવા અપીલ કરી

ADVERTISEMENT

Nirmala sitaraman about SBI
Nirmala sitaraman about SBI
social share
google news

નવી દિલ્હી : 70 વર્ષની એક મહિલાને પોતાના પેન્શન લેવા માટે ખુલા પગે ખુરશીના સહારે અનેક કિલોમીટર પગપાળા જવા માટે મજબુર થવું પડ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ભરબપોરે ગરમીમાં એક વૃદ્ધ મહિલા તુટેલી ખુરશીની મદદથી ચાલતા જોઇ શકાય છે. હવે આ મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણે વીડિયો શેર કરીને મહિલાની પરેશાનીને જોતા ભારતીય સ્ટેટ બેંકની ઝાટકણી કાઢી હતી. બેંકે પણ પોતાના તરફથી નાણામંત્રીએ ઝાટકણી કાઢ્યા બાદ પોતાની સ્પષ્ટતા રજુ કરી હતી.

નાણામંત્રીએ ટ્વીટ કરીને એસબીઆઇના વલણની ટિકા કરી
વીડિયોમાં દેખાઇ રહેલી વૃદ્ધ મહિલાની ઓળખ સુર્યા હરિજન તરીકે થઇ છે. તેમનો પુત્ર બીજા રાજ્યમાં પ્રવાસી મજુર છે. તેઓ પોતાના નાના બાળકની સાથે રહે છે. જે અન્ય લોકોના ઢોર ચારવાનું કામ કરે છે. પરિવાર પાસે કોઇ જમીન નથી. તે ઝુંપડીમાં જ રહે છે. નાણામંત્રીએ આ વીડિયોને રિટ્વિટ કરતા કહ્યું કે, ભારતીય સ્ટેટ બેંકના પ્રબંધકે આ મામલે જવાબ આપ્યો છે, જો કે તેમ છતા પણ તેઓ આર્થિક સેવા વિભાગ (DFS) અને એસબીઆઇને આ મામલે ત્વરિત સંજ્ઞાન લેતા અને માનવીય સ્વરૂપે કાર્ય કરવાની આશા છે. તેમણે પુછ્યું કે, શું આ ક્ષેત્રમાં બેંક મિત્ર નથી? આ ઘટના 17 એપ્રીલની ઓડિશાના નબરંગપુર જિલ્લાની છે.

ADVERTISEMENT

નાણામંત્રીએ ઝાટકણી કાઢ્યા બાદ SBI ના અધિકારી હરકતમાં આવ્યા
આ મામલે નાણામંત્રીએ સંજ્ઞાન લીધા બાદ એસબીઆઇએ ટ્વીટ કરીને જણાવ્યું કે, અમે પણ વીડિયો જોઇને દુખી છીએ અને ખેદ વ્યક્ત કરીએ છીએ. શ્રીમતી સુર્યા હરીજન દર મહિને પોતાના ગામથી સીએસપીથી પોતાનું પેંશન ઉપાડતા હતા. વૃદ્ધત્વના કારણે તેમની ફિંગરપ્રિટ મેચ નહી થવાના કારણે તેઓને મેઇન બ્રાંચ પર જવું પડ્યું હતું. અમે ત્યાર બાદ ડોરસ્ટેપ પેંશન ડિલીવરીનો નિર્ણય લીધો છે. અમે ઝડપથી તેમને વ્હીલચેર પણ આપીશું. તેમની સ્થિતિ જોતા તેઓ જેવા બેંકે પહોંચ્યા મેનેજરે મેન્યુઅલ રીતે પૈસા તેમને ડેબિટ કરીને સોંપ્યા હતા. અમારા બ્રાંચ મેનેજરે તેમને એમ પણ જણાવ્યું કે, આવતા મહિનાથી પૈસા તમારા ઘરે જ તમને મળી જશે. તમારે બેંકમાં આવવાની જરૂર નથી.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT