સુહાગરાત બાદ વરરાજાનું મોત, દુલ્હનની હાલત જોઈને ઘરના સભ્યો પણ ચોંકી ઉઠ્યા
ઉત્તર પ્રદેશ: મૈનપુરી જિલ્લામાં એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. સુહાગરાતના બીજા દિવસે વરરાજાનું અવસાન થયું. વરરાજાના મોતથી ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.…
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ: મૈનપુરી જિલ્લામાં એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. સુહાગરાતના બીજા દિવસે વરરાજાનું અવસાન થયું. વરરાજાના મોતથી ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે નવી વહુ બેહોશ થઈ ગઈ હતી. સમગ્ર પરિવાર દુલ્હનની હાલત જોઇ ચૌકી ઉઠયા હતા. જ્યારે તેણી હોશમાં આવી ત્યારે તે એક જ વાત પૂછી રહી હતી, ‘મારો શું વાંક હતો, મારી સાથે આવું કેમ થયું’. સમાચાર મળતા જ દુલ્હનના માતા-પિતા પણ ત્યાં પહોંચી ગયા હતા. લગ્નની ખુશી થોડા કલાકોમાં જ શોકમાં ફેરવાઈ ગઈ.
આ ઘટના કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા કંસ ગામની છે. ગામના રહેવાસી સોનુ (21) બી.એ.નો વિદ્યાર્થી હતો. તેના લગ્ન કિશ્ની પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા સદા સોજ ગામની રહેવાસી આરતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. 11 મેના રોજ કિશ્નીના હનુમાનગઢી ખાતે લગ્ન ગૃહમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા હતા.આ પછી, 12 મેના રોજ તે તેની પત્નીને વિદાય કરીને ઘરે આવ્યો હતો.
ડૉક્ટરે કર્યો મૃત જાહેર
યુવાન પુત્રવધૂના આગમનથી ઘરમાં ખુશીનો માહોલ હતો. ઘરમાં સગાંવહાલાં વગેરેની હાજરીમાં દિવસભર કાર્યક્રમો ચાલ્યા. સોનુ શનિવારે સાંજે ઇન્વર્ટરનું વાયરિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ તેને વીજ કરંટ લાગ્યો હતો. આના પર તે બેભાન થઈ ગયો.બેભાન થયા બાદ પરિવારના સભ્યો તેને ઉતાવળમાં સૈફઈ મેડિકલ કોલેજ લઈ ગયા. જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો
મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આંખના પલકારામાં પરિણીત ઘરમાં ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને ગામમાં લાવવામાં આવ્યો હતો. રવિવારે ગમગીન વાતાવરણમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT