2 વર્ષ પહેલા થયું હતું એન્કાઉન્ટર, હવે કબરમાંથી ગુનેગારની લાશ ગાયબ, પોલીસની વધી ચિંતા
નવી દિલ્હી: પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગુનેગારની કબર બે વર્ષ પછી ખોદેલી મળી આવી. કબરમાંથી તેનો મૃતદેહ ગાયબ હતો. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો…
ADVERTISEMENT
નવી દિલ્હી: પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગુનેગારની કબર બે વર્ષ પછી ખોદેલી મળી આવી. કબરમાંથી તેનો મૃતદેહ ગાયબ હતો. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો ચોંકાવનારું સત્ય સામે આવ્યું.. જાણવા મળ્યું કે કબર ખોદવાનું કામ 15 વર્ષની છોકરીએ કર્યું હતું. તે કહે છે કે તેને સપનું આવ્યું કે તે વ્યક્તિ (ગુનેગાર) કબરની અંદર જીવિત છે અને તેની પાસે મદદ માંગી રહ્યો છે. આ કેસ બ્રાઝિલના ગોઇઆસ રાજ્યનો છે.
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ 27 વર્ષીય લાઝારો બાર્બોસા ડી સોસા શહેરનો વોન્ટેડ ગુનેગાર હતો. તેની સામે હત્યા, બળાત્કાર, હુમલો અને અપહરણ જેવા ડઝનબંધ કેસ નોંધાયેલા છે. 9 જૂન, 2021 ના રોજ, તે સીલેન્ડિયામાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરીને ભાગી ગયો હતો. આ ઘટનાના એક મહિના પછી પોલીસે તેને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો.
મૃતદેહ ગાયબ હોવાથી મચ્યો હોબાળો
પરંતુ તેના મૃત્યુના લગભગ બે વર્ષ બાદ બાર્બોસાનું નામ ફરી ચર્ચામાં છે અને તેનું કારણ તેની કબર ખોદવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે 15 વર્ષની છોકરીએ કબર ખોદી અને તેના મૃતદેહને બહાર કાઢ્યો. જ્યારે લોકોને કબરમાંથી મૃતદેહ ગાયબ હોવાની જાણ થઈ ત્યારે હોબાળો મચી ગયો હતો.
ADVERTISEMENT
15 વર્ષની છોકરીએ મૃતદેહ બહાર કાઢ્યો
હવે પોલીસે તપાસ બાદ જે ખુલાસો કર્યો છે તે ચોંકાવનારો છે. પોલીસે જણાવ્યું કે 15 વર્ષની છોકરીએ તેના મિત્ર સાથે મળીને કબર ખોદી હતી. પૂછપરછ દરમિયાન, યુવતીએ જણાવ્યું કે બાર્બોસા તેના સપનામાં આવ્યા અને મદદ માટે વિનંતી કરી હતી. તેણે કહ્યું કે તે જીવિત છે અને તેને બહાર કાઢવો જોઈએ. આ પછી, તેણે તેના 21 વર્ષીય મિત્ર સાથે મળીને કબર ખોદી અને બાર્બોસાના મૃતદેહને બહાર કાઢ્યો.
આ કારણે ખોદી કબર
પોલીસ અધિકારી રાફેલ નેરિસે મીડિયાને જણાવ્યું કે બાળકી સગીર છે. તેના નામનો ખુલાસો કરવામાં આવી રહ્યો નથી. સીસીટીવીમાં જોવા મળ્યા બાદ તેને ટ્રેક કરવામાં આવ્યો હતો. તાજેતરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે સ્વપ્ન જોયા બાદ કબર ખોદવાની કબૂલાત કરી છે.
ADVERTISEMENT
પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે યુવતીને તેનો 21 વર્ષનો મિત્ર કબ્રસ્તાનમાં લઈ ગયો હતો. બંનેના કપડા પર કબ્રસ્તાનની માટી હતી. હાલ તપાસ બાદ મૃતદેહને ફરીથી દફનાવવામાં આવ્યો છે. પોલીસ આરોપી બાળકીના માતા-પિતાના સંપર્કમાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT