મારી બાહોમાં આવી જા તને PI બનાવી દઇશ, DSP એ મહિલા પોલીસ અધિકારીને…

ADVERTISEMENT

DSP Romance with PSI
DSP Romance with PSI
social share
google news
  • મહિલા PSI ને DSP એ બઢતીની લાલચ આપીને શારીરિક સંબંધોની માંગ કરી
  • બિહાર પોલીસમાં થોડા જ સમયમાં છેડતીનો બીજો સૌથી ચોંકાવનારો કિસ્સો
  • DSP ને ગૃહ વિભાગ દ્વારા તત્કાલ અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો

નવી દિલ્હી : બિહાર પોલીસમાં DSP રેંકના એક અધિકારીને મહિલા PSI સાથે શારીરિક ઉત્પીડન કરવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નીતીશ સરકારમાં ગૃહ વિભાગ દ્વારા આ અંગે સોમવારે આદેશ ઇશ્યુ કરવામાં આવ્યા હતા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ફૈઝ અહેમદ ખાન કૈમુર જિલ્લાના મોહનીયામાં ડીએસપીઓના પદ પર હતો. આ પોતાની જુનિયર મહિલા PSI ને ફોન કરીને અશ્લીલ મેસેજ કરી રહ્યો હતો. જેમાં તે પીડિતાને PI ના પદ પર પ્રમોશન અપાવવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બનાવવા માટેની માંગ કરતો હતો.

મહિલા અધિકારીએ SP ને આ બાબતે ફરિયાદ કરી હતી

મહિલા અધિકારીએ કૈમુર એસપી લલિત મોહન શર્માને આરોપી પોલીસ અધિકારીની ફરિયાદ કરીને પોતાની સુરક્ષાની માંગ કરી હતી. એસપીએ સોમવારે જણાવ્યું કે, સસ્પેન્શનની અવધિમાં ફૈઝ અહેમદ ખાનને પટના સેન્ટ્રલ જોન આઇજી કાર્યાલયમાં રિપોર્ટ કરવી પડશે. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ખાન તેને ફોન પર અશ્લીલ મેસેજ મોકલે છે અને એસએચઓની બઢતી બનાવવાની વાત કહીને સંબંધ બનાવવા માટેની માંગ કરતા હતા. મહિલા પોલીસ ટ્રાન્સફર થઇ જવા છતા પણ અધિકારી તેને સતત પરેશાન કરતો રહેતો હતો. એસપીએ તેની ફરિયાદ પર સંજ્ઞાન લીધું અને આંતરિક ફરિયાદ સમિતીને તપાસના આદેશ આપ્યા હતા.

કમિટીની તપાસમાં PSI દ્વારા લગાવાયેલા તમામ આક્ષેપ સાચા ઠર્યા

કમિટીની તપાસમાં સામે આવ્યું કે, મહિલા PSI દ્વારા લગાવાયેલા આરોપો સાચા હતા. જેના આધારે આરોપી પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ગૃહ વિભાગને મોકલવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા આ અંગે સોમવારે નોટિફિકેશન ઇશ્યું કરી દેવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા સપ્ટેમ્બર મહિનામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. દરમિયાન ભભુઆના પોલીસ ઇન્સપેક્ટર રાજ કુમાર સિંહને DIG એ યૌન ઉત્પીડન મામલે સસ્પેન્ડ કર્યા હતા. જે અંગે એક મહિલા સિપાહીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT