દારૂ પીધા યુવકે પત્નીને વીડિયો કોલ કરીને એવો કાંડ કર્યો કે પોલીસ દોડતી થઇ
એટા : યુપીના જનપદ એટામાં પત્ની સાથે બોલાચાલી થઇ ગઇ હતી. જેના કારણે દારૂના નશામાં પોતાની પત્નીનો વીડિયો કોલ કરીને ગળેફાંસો ખાઇ લીધો હતો. પત્ની…
ADVERTISEMENT
એટા : યુપીના જનપદ એટામાં પત્ની સાથે બોલાચાલી થઇ ગઇ હતી. જેના કારણે દારૂના નશામાં પોતાની પત્નીનો વીડિયો કોલ કરીને ગળેફાંસો ખાઇ લીધો હતો. પત્ની વીડિયો કોલ કરીને રડવા લાગીને પોતાના પતિને સુસાઇડ નહી કરવા માટે અટકાવતી રહી હતી. જો કે પતિએ તેની એક પણ વાત સાંભળી નહોતી. પતિ પોતાની પત્ની સામે ગળેફાંસો ખાઇને લટકી ગઇ હતી. પતિ સાથે સુસાઇડ કર્યા બાદ બેભઆન પત્ની મોબાઇલ લઇને પોલીસ સ્ટેશન પહોંચી હતી.
પતિનું લોકેશન ટ્રેસ કરીને પોલીસ ઘટના સ્થળે પહોંચી
પોલીસે સમગ્ર ઘટના અંગે જણાવ્યું કે, ત્યાર બાદ પતિના મોબાઇલના લોકેશન ટ્રેસ કરીને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં યુવકનો મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઇને તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. મળતી માહિતી અનુસાર મૃતક યુવક પોતાના માતા-પિતાનો એક માત્ર પુત્ર હતો. તેની ત્રણ બહેનો છે. યુવકના મોત બાદથી ઘરે શોકનું વાતાવરણ પ્રસરેલું હતું.
શ્યામ સુંદરે આત્મહત્યા કરી હતી
એએસપી એટા ધનંજય કુશવાહના અનુસાર સોમવારે સાંજે કોતવાલી નગર પોલીસને માહિતી મળી હતી કે, શ્યામસુંદરે આત્મહત્યા કરી છે. તેની પત્ની પોલીસ સ્ટેશને આવી હતી. તેણે જણાવ્યું હતું કે, પતિ શ્યામસુંદરે મને વીડિયોકોલ કર્યો છે અને મારી જ સામે આત્મહત્યા કરી લીધી હતી.
ADVERTISEMENT
ઘરમાં સામાન્ય ઝગડો થયો હતો
પત્નીએ કહ્યું કે, તેનો પતિ સાથે સામાન્ય ઝગડો થયો હતો. ત્યાર બાદ પતિ ઘરની બહાર જતો રહ્યો હતો. પત્નીએ મોબાઇલ પણ પોલીસને દેખાડ્યો હતો. ત્યાર બાદ શ્યામસુંદરના ફોનનું લોકેશન ટ્રેસ કરીને પોલીસની ટીમ સરસ્વતી શિશુ મંદિર સામે પહોંચી હતી. પોલીસ પહોંચી તો ઘટના સ્થળે શ્યામ સુંદર ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
પોલીસ તપાસમાં પણ ઘટના પ્રકાશમાં આવી
આત્મહત્યા કરતા પહેલા પત્નીનો વીડિયો કોલ કર્યો હતો. એએસપી એટા ધનંજય કુશવાહાએ વધુમાં જણાવ્યું કે, શબનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, શ્યામસુંદર દારૂ પીવે છે. સુસાઇડ કરતા સમયે તેણે દારૂ પીધો હતો. થોડા વર્ષો પહેલા જ તેના લગ્ન થયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT