Tarek Fatah નું નિધન, પાકિસ્તાનના બેવડા વલણના વિરોધી હતા
નવી દિલ્હી : પાકિસ્તાન મુળના કેનેડિયન લેખક અને સ્તંભકાર તારિક ફતેહનું (Tarek Fatah) સોમવારે નિધન થઇ ગયું હતું. લાંબા સમયથી તેઓ બિમાર હતા. તેમની પુત્રીએ…
ADVERTISEMENT
નવી દિલ્હી : પાકિસ્તાન મુળના કેનેડિયન લેખક અને સ્તંભકાર તારિક ફતેહનું (Tarek Fatah) સોમવારે નિધન થઇ ગયું હતું. લાંબા સમયથી તેઓ બિમાર હતા. તેમની પુત્રીએ તેમના નિધનની પૃષ્ટી કરી છે. તારીકની પુત્રી નતાશાએ ટ્વીટ કરીને કહ્યું કે, પંજાબનો સિંહ, હિન્દુસ્તાનનો પુત્ર અને કેનેડાનો પ્રેમી, સત્યનો પ્રહરી ન્યાય માટે લડનારો. શોષિતો અને વંચીતોનો અવાજ તારિક ફતેહ હવે નથી રહ્યા.
ફતેહનો 1949 માં બોમ્બેમાં થયો હતો જન્મ
તારિક ફતેહનો જન્મ 20 નવેમ્બર, 1949 ના રોજ કરાંચીમાં થયો હતો. તેમનો પરિવાર બંબઇ (હવે મુંબઇ) નો રહેવાસી હતો. જો કે જ્યારે આઝાદી બાદ બે દેશોનું વિભાજન થયું ત્યારે કરાંચી ખાતે જતો રહ્યો હતો. તેમણે કરાચી યુનિવર્સિટીથી બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો. જો કે ત્યાર બાદ પત્રકારિતામાં આવી ગયા. એક પાકિસ્તાની ટીવી ચેનલમાં ખોજી પત્રકારિતા કરતા પહેલા 1970 માં તેમણે કરાચી સન નામના અખબાર માટે રિપોર્ટિંગ કર્યું હતું. તેમણે બે વાર જેલ પણ જવું પડ્યું હતું. ત્યાર બાદ તેમણે પાકિસ્તાન છોડી દીધું અને સઉદી અરબમાં સેટલ થઇ ગયા હતા. 1987 માં ફતેહ કેનેડા ગયા હતા.
Lion of Punjab.
Son of Hindustan.
Lover of Canada.
Speaker of truth.
Fighter for justice.
Voice of the down-trodden, underdogs, and the oppressed.@TarekFatah has passed the baton on… his revolution will continue with all who knew and loved him.Will you join us?
1949-2023 pic.twitter.com/j0wIi7cOBF
— Natasha Fatah (@NatashaFatah) April 24, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT