તેજપ્રતાપ યાદવની તબિયત અચાનક બગડી, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ICU માં દાખલ

ADVERTISEMENT

Tejpratap Yadav
Tejpratap Yadav
social share
google news

Tej Pratap Yadav Health: આરજેડી સુપ્રીમો લાલુ યાદવના મોટા પુત્ર અને બિહારના વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવની તબીયત અચાનકથી બગડી ગઇ છે. છાતીમાં અચાનક દુખાવાની ફરિયાદ બાદ પટનાના મૈડીવરસલ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેજપ્રતાપ યાદવ આઇસીયુમાં છે. તેમની એક તસવીર પણ સામે આવી છે. જેમાં ડોક્ટર તેમને વાતચીત કરતા જોવા મળે છે.

તેજપ્રતાપ યાદવ બિહારના હસનપુર વિધાનસભા સીટથી આરજેડીના ધારાસભ્ય છે. આ અગાઉ જ્યારે મહાગઠબંધનની સરકાર બની તો ત્યારે તેજપ્રતાપ યાદવને બિહારના સ્વાસ્થય મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ બિહારની મહુઆ સીટથી ધારાસભ્ય ચૂંટાયા હતા. લાલુ યાદવના બે પુત્ર અને સાત પુત્રીઓ છે. તેજસ્વી યાદવ તેમના નાના ભાઇ છે. તેજસ્વી બિહારના ડેપ્યુટી સીએમ છે. મહાગઠબંધનની પહેલી સરકારમાં પણ તેજસ્વી યાદવ બિહારના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

આ પહેલા બુધવારે તેજપ્રતાપ યાદવે બેઠક આયોજીત કરી હતી. તેમણે ટ્વીટ કરતા કહ્યું હતું કે, આજે તારીખ 19-07-2023 ના રોજ અરણ્ય ભવન ખાતે આવેલ સભાગૃહમાં બિહાર રાજ્ય આર્દભૂમિ પ્રાધિકરણની ત્રીજી બેઠકમાં અધ્યક્ષતા કરી હતી. બિહાર રાજ્યના તમામ અધિકારીઓ સાથે તેમણે બેઠક આયોજીત કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT