ઈશાન અને સૂર્યા વિના ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરી, શ્રીલંકાએ ટોસ જીતી બોલિંગ લીધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુવાહાટીઃ ભારત સામે શ્રીલંકાની ટીમનો ODI રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 19 દ્વિપક્ષીય વનડે શ્રેણી રમાઈ છે જેમાંથી ભારતીય ટીમે 14 અને શ્રીલંકાએ માત્ર 2 શ્રેણી જીતી છે. જ્યારે 3 શ્રેણી બરાબરી પર રહી હતી. 1997થી શ્રીલંકાની ટીમ ભારતને કોઈપણ દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં હરાવી શકી નથી. જોકે પ્લેઈંગ-11ની વાત કરીએ તો સૂર્યા અને ઈશાન કિશનને સ્થાન મળી શક્યું નથી.

શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
ભારતીય ટીમ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

T20 શ્રેણીમાં શ્રીલંકાને હરાવ્યું
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતીય ટીમે તાજેતરમાં જ શ્રીલંકાને T20 શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાઈ રહી છે.

ADVERTISEMENT

બુમરાહ શ્રેણીમાંથી બહાર
રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ સાથે ભારતીય ટીમ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. જોકે, શ્રેણીની શરૂઆત પહેલા જ ભારતને આંચકો લાગ્યો હતો કારણ કે જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ત્રણેય મેચમાંથી બહાર થઈ ગયો હતો.

બુમરાહ ઈજાના કારણે એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં રમી શક્યો ન હતો. વર્લ્ડ કપમાં હવે વધુ મહિનાઓ બાકી નથી, આવી સ્થિતિમાં બુમરાહના અંતિમ ક્ષણોમાં ટીમની બહાર હોવાના કારણે તેના રિહેબિલિટેશન પ્રક્રિયા પર સવાલો ઉભા થયા છે.

ADVERTISEMENT

મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ-11
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક અને યુઝવેન્દ્ર ચહલ.
શ્રીલંકાની ટીમઃ પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટમાં), અવિષ્કા ફર્નાન્ડો, ધનંજય ડી સિલ્વા, ચરિથ અસલંકા, દાસુન શનાકા (સી), વાણિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, દુનિથ વેલાલાગે, કસુન રાજીથા, દિલશાન મધુશંકા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT