તમિલનાડુના રાજ્યપાલે સ્ટાલિન સરકારમાં મંત્રીની હકાલપટ્ટી કરી, ઇડીએ કરી છે ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

V Senthil Balaji News: તમિલનાડુના રાજ્યપાલ આર.એન રવિએ જેલમાં બંધ વી.સેંથિલ બાલાજીને ગુરૂવારે તત્કાલ પ્રભાવથી મંત્રિપરિષદથી બર્ખાસ્ત કરી દીધા હતા. તમિલનાડુ રાજભવને નિવેદન જાહેર કરીને કહ્યું કે, મંત્રી વી.સેંથિલ બાલાજી નોકરીઓના બદલે પૈસા લેવા અને મની લોન્ડ્રિંગ સહિત ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓમાં ગંભીર ગુનાહિત કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં રાજ્યપાલે તેમને તત્કાલ પ્રભાવથી મંત્રિપરિષદથી બર્ખાસ્ત કરી દીધા છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મંત્રી થિરુ વી. સેંથિલ બાલાજી એકમંત્રી તરીકે પોતાના પદનો દુરૂપયોગ કરતા તપાસને પ્રભાવિત કરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની પ્રક્રિયામાં વિક્ષેપ પેદા કરી રહ્યા છે. હાલ પ્રવર્તન નિર્દેશાલયની તરફથી તપાસ કરવામાં આવી રહેલા એક ગુનાહિત મામલાની ન્યાયીક હિરાસતમાં છે. તેની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા હેઠળ કેટલાક ગુનાહિત મામલાઓની તપાસ રાજ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

રાજભવનની તરફથી કહેવામાં આવ્યું કે, એવી આશંકા છે કે, મંત્રિપરિષદમાં થિરુ વી.સેંથિલ બાલાજી મંત્રી પરિષદમાં રહેતો નિષ્પક્ષ તપાસ સહિત કાયદાની યોગ્ય પ્રક્રિયા પર પ્રતિકુળ પ્રભાવ પડશે. જેનાથી રાજ્યમાં સંવૈધાનિક તંત્ર તુટી શકે છે. આ પરિસ્થિતિઓમાં રાજ્યપાલે થિરૂ વી.સેંથિલ બાલાજીને તત્કાલ પ્રભાવથી મંત્રિપરિષદથી બર્ખાસ્ત કરી દેવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT