T20 વર્લ્ડ કપની વોર્મ અપ મેચમાં ભારતે 6 રનથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, શમીની છેલ્લી ઓવરમાં 4 વિકેટ પડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઓસ્ટ્રેલિયાઃ T20 વર્લ્ડ કપની વોર્મઅપ મેચમાં ભારતે છ રનથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 186 રન કર્યા હતા. આ દરમિયાન ભારત તરફથી કેએલ રાહુલે 33 બોલમાં 57 રન અને સૂર્યકુમાર યાદવે 33 બોલમાં 50 રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ અંતિમ ઓવરોમાં ભારતની શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગના પગલે 20 ઓવરમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

છેલ્લી 5 ઓવરમાં ભારતે બાજી મારી
ઓસ્ટ્રેલિયાને છેલ્લી પાંચ ઓવરમાં 43 રનની જરૂર હતી. ત્યારે ટીમ પાસે આઠ વિકેટ પણ હાથમાં હતી. આ દરમિયાન સ્કોર ચેઝ સમયે ફિન્ચ અને મેક્સવેલ શાનદાર લયમાં બેટિંગ કરી રહ્યા હતા.

ADVERTISEMENT

  • ભુવનેશ્વર કુમારે 16મી ઓવરમાં માત્ર ચાર રન આપ્યા અને એક વિકેટ લીધી હતી.
  • અશ્વિને 17મી ઓવરમાં 10 રન આપ્યા હતા.
  • અર્શદીપ 18મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો અને 13 રન આપ્યા હતા.
  • 19મી ઓવર છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે સમસ્યા બની રહી છે.
  • જોકે આ મેચમાં હર્ષલ પટેલે 19મી ઓવરમાં માત્ર પાંચ રન જ આપ્યા હતા અને આ ઓવરમાં બે વિકેટ પણ પડી હતી. હર્ષલે પહેલા ફિન્ચને ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ આ ટિમ ડેવિડ પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
  • મોહમ્મદ શમી 20મી ઓવરમાં પહેલીવાર બોલિંગ કરવા આવ્યો હતો.
  • શમીએ 11 રન ડિફેન્ડ કરવાના હતા તેવામાં તેણે એવી બોલિંગ કરી કે ભારત મેચ જીતી ગયું હતું. ચલો આના પર નજર કરીએ…

શમીની છેલ્લી ઓવરનો રોમાંચ

ADVERTISEMENT

  1. શમીએ પહેલા બોલ પર બે રન આપ્યા હતા.
  2. બીજા બોલ પર બે રન થયા.
  3. કમિન્સે ત્રીજા બોલ પર શોટ રમ્યો હતો. તેના પર કોહલીએ બાઉન્ડ્રી પર એક હાથે શાનદાર કેચ લીધો હતો.
  4. એશ્ટન એગર ચોથા બોલ પર રન આઉટ થયો હતો.
  5. પાંચમા બોલ પર શમીએ જોશ ઈંગ્લિસને યોર્કર પર ક્લીન બોલ્ડ કર્યો હતો.
  6. શમીએ ઓવરના છેલ્લા બોલ પર કેન રિચર્ડસનને ક્લીન બોલ્ડ કર્યો હતો.

ADVERTISEMENT

આવી રીતે શમીની ઓવરમાં છેલ્લા ચાર બોલમાં ચાર વિકેટ પડી હતી. જેમાંથી શમીએ ત્રણ વિકેટ લીધી અને એક રન આઉટ થયો હતો. જેના પરિણામે ભારતે છેલ્લી ઓવરમાં આ રોમાંચક મેચ જીતી લીધી હતી. વળી બીજી બાજુ ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિન્ચે સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. આ સિવાય મિચેલ માર્શે 35 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમીએ એક ઓવર ફેંકીને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT