Swiss Accounts Details: ભારતીયોના કાળા નાણાની સોંપાઇ, ક્યારે આવશે 15 લાખ?
Swiss Accounts Details: ભારતને સ્વિત્ઝરલેન્ડથી પોતાના નાગરિકો અને સંગઠનોના સ્વિસ બેંક ખાતાનો નવો અહેવાલ સામે આવ્યો છે અને સ્વિસ બેંકે એન્યુઅલ ઓટોમૈટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન…
ADVERTISEMENT
Swiss Accounts Details: ભારતને સ્વિત્ઝરલેન્ડથી પોતાના નાગરિકો અને સંગઠનોના સ્વિસ બેંક ખાતાનો નવો અહેવાલ સામે આવ્યો છે અને સ્વિસ બેંકે એન્યુઅલ ઓટોમૈટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન હેઠળ આ માહિતી શેર કરી છે.
સ્વિસ બેંકે (Swiss Bank) ભારત સાથે એન્યુઅલ ઑટોમૈટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન (AEOI) એટલે કે વાર્ષિક આધાર પર માહિતીઓના સ્વત: આદાન-પ્રદાનની વ્યવસ્થા હેઠળ એકાઉન્ટ ડિટેઇલ્સનો પાંચમો સેટ શેર કરી દીધો છે. સ્વિત્ઝરલેન્ડે 104 દેશોની સાથે લગભગ 36 લાખ ખાતાઓની માહિતી શેર કરી દીધી છે. જેમાં ભારતના નામનો પણ સમાવેશ થાય છે.
જાણો ક્યારે શેર કર્યો સ્વિસ બેંકે ડેટા
જેના હેઠળ કયા ભારતીયોએ પોતાના પૈસા સ્વિસ બેંકમાં ધરાવે છે અને ક્યાં ક્યાંથી આ રકમ આવી છે, તેનો અહેવાલ સ્વિસ બેંકે શેર કર્યો છે. સ્વિસ અધિકારીઓએ જણાવ્યું કે, આ આદાન-પ્રદાન ગત્ત મહિને એટલે કે સપ્ટેમ્બરમાં થયું. આ અગાઉ 11 ઓક્ટોબર, 2022 ના રોજ સ્વિસ બેંકે ભારતની સાથે તેના નાગરિકોના ખાતામાં આર્થિક માહિતી શેર કરી હતી જે બંન્ને દેશો વચ્ચે શેર કરેલો ચોથો સેટ હતો. સ્વિત્ઝરલેન્ડ દ્વારા હવે સપ્ટેમ્બર, 2024 માં ફરીથી એવી માહિતી શેર કરવામાં આવશે.
ADVERTISEMENT
કઇ માહિતીને શેર કરવામાં આવી
સ્વિસ બેંકના અધિકારીઓએ જણાવ્યું કે, સ્વિત્ઝરલેન્ડ અને ભારત વચ્ચે ઇન્ફોર્મેશનનું આ પાંચમું વાર્ષિક એક્સચેન્જ છે. ભારતીય અધિકારીઓ સાથે માહિતી શેર કરવામાં આવી નવું વિવરણ સેંકડો આર્થિક ખાતા સાથે સંબંધિત છે, જેને કેટલાક લોકો, કોર્પોરેટ અને ટ્રસ્ટ સાથે જોડાયેલા એકાઉન્ટની માહિતી આપવામાં આવી છે. શેર કરવામાં આવેલી માહિતીમાં ઓળખ, બેંક એકાઉન્ટ અને આર્થિક માહિતીનો પણ સમાવેશ થાય છે. તેમાં નામ, એડ્રેસ, રહેણાંકનો દેશ અને ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબરની સાથે રિપોર્ટિંગ, આર્થિક સંસ્થા, એકાઉન્ટ બેલેન્સ અને કેપિટલ ઇનકમ અંગેની માહિતીનો પણ સમાવેશ થાય છે.
રકમ કે માહિતીનો ખુલાસો નથી થયો તેની પાછળ આપ્યું મોટુ કારણ
અધિકારીઓએ આદાન-પ્રદાન દ્વારા મળતી માહિતી અથવા કોઇ અથવા રકમનો ખુલાસો નથી કર્યો. ઇન્ફોર્મેશન ફોર એક્સચેન્જના કોન્ફિડેન્શિયાલિટીના નિયમ અને આગળની તપાસ પર તેની નકારાત્મક અસરનો હવાલો ટાંકતા સ્વિસ અધિકારીઓએ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, આ માહિતીનો ઉપયોગ ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અને આતંકવાદના ફંડિક સહિત અન્ય બિનકાયદેસર કાર્યોની તપાસ માટે કરવામા આવશે. સ્વિસ ઓફીસર આ માહિતીના આધારે વેરિફાઇ કરી શકશે કે શું ટેક્સપેયર્સે પોતાના ઇનકમ ટેક્સ રિટર્નમાં પોતાની આર્થિક નાણાકીય માહિતીનું યોગ્ય ડેક્લેરેશન આપ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT