તુર્કીની સંસદ પર આત્મઘાતી હુમલો, CCTV માં રૂંવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો

ADVERTISEMENT

Attack on Turkey ankara
Attack on Turkey ankara
social share
google news

Terrorist Attack In Turkey: તુર્કીની રાજધાની અંકારામાં સંસદ નજીક રવિવારે એક આત્મઘાતી હુમલાખોરે હુમલો કર્યો હતો. આ વિસ્ફોટમાં અંકારા શહેરમાં હડકંપ મચી ગયો હતો. આ આત્મઘાતી હુમલાના સીસીટીવી ફુટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જે ખુબ જ ભયાનક છે.

અંકારામાં આવેલી સંસદ નજીક ભયાનક વિસ્ફોટ

મીડિયા રિપોર્ટ અનુસાર અંકારામાં સંસદની નજીક વિસ્ફોટ રવિવારે સવારે 9 વાગ્યે થયો હતો. આ હુમલામાં એક ફિદાયીન હુમલાખોરનું વિસ્ફોટમાં મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા. જો કે બે પોલીસ અધિકારી પણઆ વિસ્ફોટના કારણે ઘાયલ થઇ ગયા હતા.

શું છે સીસીટીવી ફુટેજમાં?

CCTV માં જોઇ શકાય છે કે, એક કાર ઝડપથી આંતરિક મંત્રાલયના સુરક્ષા મહાનિર્દેશાલય તરફથી આવે છે અને પ્રવેશદ્વારની સામે અટકી જાય છે. કાર અટકતાની સાથે જ એક આતંકવાદી ઉતરે છે અને નેશનલ પોલીસ હેડક્વાર્ટરની બિલ્ડિંગના ગેટ પર પહોંચીને પોતાની જાતને ઉડાવી દે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ અનેક કિલોમીટર દુર પણ સંભળાયો હતો. સાથે જ બ્લાસ્ટ બાદ માર્ગ પર વિખરાયેલો કાટમાળ સ્પષ્ટ જોઇ શકાય છે.

ADVERTISEMENT

તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ કહ્યું…

તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ આ ઘટના અંગે પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે, બે આતંકવાદીઓ એક કોમર્શિયલ ગાડી સાથે નેશનલ પોલીસ હેડક્વાર્ટરના બિલ્ડિંગ પાસે પહોંચ્યા અને તે પૈકી એકે પોતાની જાતને ઉડાવી દીધી હતી. જ્યારે બીજા આતંકવાદીને પોલીસે ઠાર માર્યો હતો. બોમ્બમારવાના કારણે લાગેલી આગમાં 2 પોલીસ અધિકારી સામાન્ય રીતે ઘાયલ થયા છે. અમે પોતાના નાયકોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. આતંકવાદ અંગે અમારો સંઘર્ષ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી અંતિમ આતંકવાદીને ખતમ નથી કરવામાં આવતો.

    follow whatsapp

    ADVERTISEMENT