મોદી સરકારની કડક કાર્યવાહી કરી તે તહરીક એ હુર્રિયત સંગઠન શું છે?
Tehreek-e-Hurriyat Ban : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, તહરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તહરીક-એ-હુર્રિયત ભારત વિરુદ્ધ કાવતરું ઘડી…
ADVERTISEMENT
Tehreek-e-Hurriyat Ban : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, તહરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તહરીક-એ-હુર્રિયત ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહી હતી.
તહરીક એ હુર્રિયત પર પ્રતિબંધથી કાશ્મીરમાં થશે અસર
Govt Ban Tehreek-e-Hurriyat: કાશ્મીરી અલગતાવાદી પાર્ટી ‘તહરીક-એ-હુર્રિયત’ને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ માહિતી આપી છે. અમિત શાહે કહ્યું કે અલગતાવાદી પક્ષ તહરીક-એ હુર્રિયત (TeH) ને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર કાશ્મીરી અલગતાવાદી સંગઠનો સામે સતત કાર્યવાહી કરી રહી છે.
ADVERTISEMENT
The ‘Tehreek-e-Hurriyat, J&K (TeH) has been declared an 'Unlawful Association' under UAPA.
— Amit Shah (@AmitShah) December 31, 2023
The outfit is involved in forbidden activities to separate J&K from India and establish Islamic rule. The group is found spreading anti-India propaganda and continuing terror activities to…
ઘાટીના એક અન્ય સંગઠન પર પ્રતિબંધિત મુકાયો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા, ‘તહરીક-એ-હુર્રિયત’ વિરુદ્ધ એવા સમયે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે થોડા દિવસો પહેલા ઘાટીના અન્ય એક સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 27 ડિસેમ્બરે સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ)ને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. આ સંગઠનનો નેતા મસરત આલમ ભટ ભારત વિરોધી એજન્ડા ચલાવતો હતો. તે પાકિસ્તાનના સમર્થનમાં ઘાટીમાં ગતિવિધિઓ પણ કરી રહ્યો હતો.
ભારતને અલગ કરવાના પ્રયાસો થઈ રહ્યા હતા
અમિત શાહે કહ્યું કે ‘તહેરીક-એ-હુર્રિયત’ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તેનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાનો હતો. ‘તહરીક-એ-હુર્રિયત’ પણ કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપી રહી હતી. તે ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે, અમારી સરકારની આતંકવાદને લઈને ઝીરો ટોલરન્સની નીતિ છે. ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ સંગઠનોને તાત્કાલિક ખતમ કરવામાં આવશે.
ADVERTISEMENT
અમિત શાહે શું કહ્યું?
“તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH) ને UAPA હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે,” કેન્દ્રીય ગૃહ પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ હતું. આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતું.
ADVERTISEMENT
સરકાર કોઇ પણ પ્રકારની બિનકાયદેસર પ્રવૃતિ નહી સાખે
અમિત શાહે વધુમાં કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતંકવાદ પર શૂન્ય સહિષ્ણુતાની નીતિ હેઠળ, જો કોઈ વ્યક્તિ અથવા સંગઠન ભારત વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હશે તો તેને તરત જ નિષ્ફળ કરવામાં આવશે.’ મોદી સરકારે ઘાટીમાંથી આતંકવાદને ખતમ કરવા માટે અલગતાવાદી સંગઠનો સામે સતત કાર્યવાહી કરી છે. તે દિશામાં આ સૌથી તાજેતરનું પગલું છે.
ADVERTISEMENT