Congress ના નકલી નકલીના આરોપ વચ્ચે ભારત જોડો ન્યાય યાત્રામાં ‘રાહુલ જ નકલી’, ભાજપનો મોટો આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • CM હિમંતા બિસ્વા સરમાનો મોટો આરોપ
  • રાહુલ ગાંધીએ પોતાના હમશકલનો કર્યો ઉપયોગ
  • બંગાળ પહોંચી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા

Bharat Jodo Nyay Yatra: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma)એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પોતાના હમશકલનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. CM સરમાએ કહ્યું કે, રાહુલ ગાંધી યાત્રા દરમિયાન પોતે આવતા જ નથી, તેઓ ભારત જોડો ન્યાય યાત્રામાં પોતાના હમશકલનો ઉપયોગ કરી રહ્યા છે.

હિમંતા બિસ્વા સરમાનો આરોપ

આસામના મુખ્યમંત્રીએ એક મીડિયા રિપોર્ટને ટાંકીને આરોપ લગાવ્યો કે ભારત જોડો ન્યાય યાત્રાની બસમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના બૉડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સી ANI દ્વારા એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, “આસામમાં એક મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે કે રાહુલ ગાંધીએ બોડી ડબલનો ઉપયોગ કર્યો છે”

ADVERTISEMENT

અસલી રાહુલ ગાંધી નથીઃ CM સરમા

ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં હિમંતા બિસ્વા સરમા ‘ઈન્ડિયા ટુડે નોર્થ ઈસ્ટ’ના ટ્વીટને ટાંકીને કહે છે કે, ”બસમાં જોવા મળી રહેલા રાહુલ ગાંધી અસલી રાહુલ ગાંધી નથી.”

    follow whatsapp

    ADVERTISEMENT