15 વર્ષની સગીરાએ પ્રેમી સાથે લગ્નની જીદ પકડી, વિફરેલી માતાએ આપી હચમચાવી નાખે એવી સજા
Jharkhand Crime News: ઝારખંડના ગિરિડીહમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક માતાએ પોતાની 15 વર્ષની દીકરીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. કિશોરીને તેની…
ADVERTISEMENT
Jharkhand Crime News: ઝારખંડના ગિરિડીહમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક માતાએ પોતાની 15 વર્ષની દીકરીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. કિશોરીને તેની ઘરની નજીક રહેતા એક સગીર સાથે પ્રેમ થયો હતો અને તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પોલીસે દીકરીને મોતને ઘાટ ઉતારનાર માતાને જેલના સળીયા પાછળ ધકેલી દીધી છે. જે પિસ્તોલથી ગોળી મારવામાં આવી હતી, તે પિસ્તોલ પણ પોલીસે જપ્ત કરી છે.
15 વર્ષની સગીરાની હત્યાથી ખળભળાટ
આપને જણાવી દઈએ કે, ઝારખંડના ગિરિડીહના બગોદરમાં શનિવારે સાંજે એક સગીરાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ દરમિયાન સગીરાની માતા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેણે તેની દીકરીની હત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું. જે બાદ પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા. આ સમગ્ર ઘટના મામલે મહિલા સામે તેના પતિ એટલે કે સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘરની નજીક રહેતા સગીર સાથે થયો હતો પ્રેમ
આ મામલે એસડીપીઓ નૌશાદ આલમે જણાવ્યું કે, સગીરાને તેની ઘરની નજીક રહેતા સગીર સાથે પ્રેમ થયો હતો. જે બાદ સગીરાએ તેની સાથે લગ્ન કરવાની જીદ કરી હતી. માતાએ સગીરાને અનેક વાર સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં તેણે પોતાની જીદ છોડી ન હતી.
ADVERTISEMENT
માતાએ મારી દીધી ગોળી
તેઓએ જણાવ્યું કે, માતા તેના લગ્ન બીજે કરવા માંગતી હતી, પરંતુ સગીરા તેના પ્રેમી સાથે જ લગ્ન કરવા પર અડગ હતી. આ કારણોસર માતાએ દીકરીને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જોકે, સમગ્ર મામલામાં હજુ પણ એક-બે પ્રશ્નો વણઉકેલ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે પિસ્તોલ ક્યાંથી આવી અને કોણે મંગાવી હતી. પોલીસ પણ આ મુદ્દાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
ADVERTISEMENT