અજબ પ્રેમ કી ગજબ કહાનીઃ છુટાછેડાના 5 વર્ષ બાદ પતિ-પત્નીને ફરી થઈ ગયો એક-બીજા સાથે પ્રેમ, કરી લીધા બીજીવાર લગ્ન

ADVERTISEMENT

gujarattak
social share
google news

તમે અત્યાર સુધીમાં પ્રેમ અને છૂટાછેડાની અનેક કિસ્સાઓ વાંચ્યા હશે. પરંતુ આજે અમે જે કિસ્સા વિશે વાત કરવાના છીએ તે અલગ છે. અહીં છૂટાછેડા પછી પતિ-પત્નીને ફરી પ્રેમ થયો અને તેઓએ ફરીથી લગ્ન કરી લીધા. આ બધું તમને થોડું ફિલ્મી લાગતું હશે. પણ આ બધું સાચું છે. ગાઝિયાબાદમાં રહેતા વિનય જયસ્વાલ અને પૂજા ચૌધરીએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા, પરંતુ એક વર્ષ પછી તેમની વચ્ચે મતભેદ થવા લાગ્યા. એટલું જ નહીં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો અને છૂટાછેડા માટે આગળ વધ્યા. બંનેના છૂટાછેડાનો કેસ લગભગ 5 વર્ષ સુધી ચાલ્યો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. 2018માં બંનેના છૂટાછેડા થઈ ગયા અને વિનય અને પૂજા 5 વર્ષ સુધી અલગ રહ્યા. જોકે, 2023માં આ કહાનીએ ફરી વળાંક લીધો. વિનય જયસ્વાલને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમની ઓપન હાર્ટ સર્જરી કરવી પડી.

છૂટાછેડા બાદ ફરી થયો પ્રેમ

પટનામાં રહેતી પૂજા ચૌધરીને જ્યારે આ સમાચાર મળ્યા તો તે પોતાને રોકી ન શકી. જ્યારે તે વિનયને જોવા માટે ગાઝિયાબાદ આવી ત્યારે બંને ફરી એક વાર એકબીજાની નજીક આવી ગયા. પ્રેમનો આ દોરો ભેગો થયો ત્યારે સમજાયું કે જે સંબંધ બંનેએ પરસ્પર સંમતિથી તૂટ્યો હતો તેને ફરી જોડવો જોઈએ. થોડા જ મહિનામાં તેમની નિકટતા એટલી વધી ગઈ કે તેઓએ ફરીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો. આખરે વિનય અને પૂજાએ 24 નવેમ્બરે ફરી લગ્ન કર્યા. આ રીતે વિનય અને પૂજા ફરી એક થયા અને લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા.

5 વર્ષ સુધી ચાલ્યો કેસઃ વિનય

તેમના સંબંધોને લઈને વિનય જયસ્વાલે જણાવ્યું છે, ‘અમે 2012માં લગ્ન કર્યા હતા અને બીજા વર્ષથી કેટલાક મતભેદો શરૂ થયા હતા. મેં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને 5 વર્ષ સુધી કેસ ચાલ્યો. આ કેસ ગાઝિયાબાદની ફેમિલી કોર્ટથી શરૂ થયો હતો, જે હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. એટલું જ નહીં જ્યારે પૂજાએ કેસ ટ્રાન્સફર કરવાની માંગ કરી ત્યારે 2015માં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી, જેની દેશભરમાં ચર્ચા થઈ હતી. કોર્ટે કહ્યું હતું કે તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો માત્ર પતિ જ કેમ વેઠે’

ADVERTISEMENT

‘અમારા દિલમાં એટલી કડવાશ નહોતી’

વિનય જયસ્વાલ કહે છે કે, અમે અલગ થઈ રહ્યા હતા, છતાં અમારા દિલમાં એટલી કડવાશ નહોતી. છૂટાછેડાના દિવસે પણ અમે થોડો સમય સાથે વિતાવ્યો અને ડિનર પણ કર્યું હતું. જોકે, આ પછી 5 વર્ષ સુધી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. પૂજા પટનામાં રહેવા લાગી અને હું ગાઝિયાબાદમાં રહેવા લાગ્યો. પરંતુ 21મી ઓગસ્ટે મને હાર્ટ એટેક આવ્યો અને હાર્ટની સર્જરી કરાવી પડી. જેની જાણ પૂજાની થઈ તો તરત જ ગાઝિયાબાદ પહોંચી. પછી અમે ફરીથી સાથે રહેવાનું નક્કી કર્યું.

    follow whatsapp

    ADVERTISEMENT