યુપીમાં વંદે ભારત ટ્રેન પર થયો પથ્થરમારો, બારીના કાચ તૂટયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ: વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. કર્ણાટક, બંગાળ, બિહાર, આંધ્રપ્રદેશ અને ગુજરાત બાદ હવે યુપીમાં પણ પથ્થરમારાની ઘટના સામે આવી છે. અહીં ગોરખપુરથી લખનૌ જતા વંદે ભારત પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેમાં ઘણી બારીઓના કાચ તૂટી ગયા છે.

ગોરખપુરથી લખનૌ જતી વંદે ભારત એક્સપ્રેસ (22549) ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં અનેક બારીઓના કાચ તુટી ગયા છે. પથ્થરમારાને કારણે કોચ નંબર C1, C3 અને એક્ઝિક્યુટિવ કોચની બારીના કાચ તૂટી ગયા હતા. ટ્રેન પર અચાનક પથ્થરમારો થતાં મુસાફરો ડરી ગયા હતા. અને કોચની અંદર અફરાતફરી મચી ગઈ હતી. જો કે, આમાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી.

આ રાજ્યોમાં પણ થઈ ચૂક્યો છે પથ્થરમારો
અગાઉ જ્યારે ગુજરાત, બંગાળ, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારે આવી ઘટનાઓ સામે આવી છે. આ કેસોમાં અનેક રાજ્યોમાં શંકાસ્પદ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે યુપીમાં પણ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે.

ADVERTISEMENT

વડાપ્રધાન મોદીએ આપી હતી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જુલાઈ, 2023ના રોજ ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસ ઉત્તર પ્રદેશમાં દોડતી બીજી વંદે ભારત ટ્રેન છે. ગોરખપુરથી લખનૌનું અંતર 299 કિલોમીટર છે. ગોરખપુર-લખનૌ વંદે ભારત ટ્રેન (ટ્રેન નંબર 22549) ગોરખપુરથી સવારે 06.05 વાગ્યે ઉપડે છે. ત્યાર બાદ સહજનવા, ખલીલાબાદ, બભનાન, માનકાપુર, અયોધ્યા અને બારાબંકી થઈને સવારે 10.20 વાગ્યે લખનૌ જંક્શન પહોંચે છે. લખનૌ-ગોરખપુર વંદે ભારત ટ્રેન (ટ્રેન નંબર 22550) લખનૌથી સાંજે 7:15 વાગ્યે ઉપડે છે અને રાત્રે 11:25 વાગ્યે ગોરખપુર પહોંચે છે.

    follow whatsapp

    ADVERTISEMENT