બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી પર જમ્મુ-કાશ્મીરમાં પથ્થરમારો, શૂટિંગ બાદ ફરવા નીકળ્યો હતો
જમ્મુ-કાશ્મીર: બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી (Emraan Hashmi) પોતાની નવી ફિલ્મના શૂટિંગ જમ્મૂ કાશ્મીરના પહેલગામમાં કરી રહ્યો હતો. હવે ખબર મળી રહી છે કે શૂટિંગ ખતમ…
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીર: બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી (Emraan Hashmi) પોતાની નવી ફિલ્મના શૂટિંગ જમ્મૂ કાશ્મીરના પહેલગામમાં કરી રહ્યો હતો. હવે ખબર મળી રહી છે કે શૂટિંગ ખતમ કર્યા બાદ જ્યારે તે પહેલગામના મુખ્ય માર્કેટમાં ગયો, તો કેટલાક અજાણ્યા લોકોએ તેના પર પથ્થરમારો કર્યો.
શૂટિંગ બાદ એક્ટર ફરવા નીકળ્યો હતો
રિપોર્ટ મુજબ, ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ ફિલ્મના મેકર્સ પહેલગાના મુખ્ય માર્કેટમાં પહોંચ્યા હતા. અહીં કેટલાક અજાણ્યા લોકોએ ઈમરાન હાશ્મી અને બાકીના લોકો પર પથ્થરમારો કર્યો. આ મામલે FIR પહેલગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પથ્થરમારો કરનારા લોકો પર કલમ 147, 148, 370, 336, 323 હેઠળ ગુનો નોંધાયો છે.
શ્રીનગરમાં ફેન્સ નારાજ થયા હતા
ઈમરાન હાશ્મી પોતાની ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરોનું શૂટિંગ કરી રહ્યો હતો. કહેવાઈ રહ્યું છે કે, આ ફિલ્મ બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSFના જવાન પર આધારિત છે. પહેલગામથી પહેલા ઈમરાન હાશ્મી શ્રીનગરમાં શૂટિંગ કરી રહ્યો હતો. 14 દિવસ સુધી એક્ટર શ્રીનગરમાં હતો.
ADVERTISEMENT
શ્રીનગરની એસ.પી કોલેજમાં ઈમરાને શૂટિંગ કર્યું હતું. રિપોર્ટ્સ મુજબ, અહીંથી શૂટિંગ ખતમ કરીને એક્ટર જ્યારે નીકળ્યો ત્યારે તેણે રાહ જોઈ રહેલા ફેન્સ સામે નહોતું જોયું. બાદમાં એકઠા થયેલા ફેન્સે એક વેબસાઈટ સાથેની વાતચીતમાં પોતાની નારાજગી દર્શાવી હતી. ફેન્સનું કહેવું હતું કે, એક્ટરને મળવા અને તેની સાથે ફોટો પડાવવા ઊભા હતા, પરંતુ ઈમરાને તેમની સામે જોયું પણ નહીં.
ADVERTISEMENT