ઉડતુ મોત બની રહી છે Spicejet, એન્જિન શરૂ નહી હોવા છતા લોકોને ફ્લાઇટમાં બેસાડ્યા, એક મહિલા બેભાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : એરલાઇન કંપની સ્પાઇસ જેટની (Spicejet) ફરી એકવાર મોટી બેદરકારી સામે આવી છે. ગત્ત રવિવારે એરપોર્ટ પર ઉભેલા વિમાનની અંદર એસી ચાલુ નહી થવાના કારણે બંધીયાર વાતાવરણ થઇ ગયું હતું અને તેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યાત્રીઓના હોબાળા બાદ વિમાનની બંન્ને તરફના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આ દરમિયાન એક વૃદ્ધ યાત્રીને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી અને તેઓ વિમાનના ગેટ પાસે જ બેહોશ થઇને પડી ગયા હતા. હાલ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી છે. એરલાઇનની આ બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દિલ્હીના રહેવાસી મહિલાને પ્લેનની યાત્રાનો થયો દુખદ અનુભવ
દિલ્હીના રહેવાસી ઉષા કાંતા ચતુર્વેદીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, 7 ઓગસ્ટ 2022 ના દિવસે મુંબઇ જવા માટે અમે સવારે 07.20 વાગ્યાની સ્પાઇસ જેટની ટિકિટ લીધી સવારે 3 વાગ્યે ઉઠીને 4.30 વાગ્યે ઘરેથી નિકળ્યાં અને 5.30 વાગ્યે અમે દિલ્હીના ઇંદિરા ગાંધી એરપોર્ટ પર પહોંચ્યા. સુરક્ષા તપાસની કામગીરી પુર્ણ કર્યા બાદ બોર્ડિંગ ગેટ સુધી પહોંચવા માટે અમારે ઘણુ ચાલવું પડ્યું હતું. અમારૂ બોર્ડિંગ પણ નિર્ધારિત સમયે થઇ ગયું હતું. 7.30 વાગ્યે સુરક્ષા સંદેશ સાથે સુરક્ષાની પેટી અમે કસીને બાંધી લીધી હતી. અમારા ગંતવ્ય સુધી પહોંચવા માટે અમે ઉત્સાહિત હતા. જો કે સુરક્ષાની પેટી બાંધ્યાને 15 મિનિટ જેટલો સમય થઇ ગયો હતો. ગરમી અને બફારાના કારણે લોકો અંદર ગુંગળાઇ ગયા હતા. વિમાનમાં એસી બંધ હતું.

વિમાન સંચાલન સ્ટાફનું બેજવાબદાર વલણ
વિમાનમાં હાજર સ્ટાફને પુછતા તેમણે કહ્યું કે, વિમાનનું એન્જિન શરૂ નથી થયું તેથી એસી નથી શરૂ થશે. થોડા સમય બાદ ફરી પુછતા તેમણે કહ્યું એન્જિન શરૂ થઇ ચુક્યું છે થોડા જ સમયમાં વાતાવરણ નોર્મલ થઇ જશે. જો કે લાંબા સમય સુધી આવું જ ચાલવાનાં કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. લોકો પરેશાન થઇને સ્ટાફને બોલાવવા માટે કોલ બેલ દબાવવા લાગ્યા પરંતુ કોઇ આવ્યું નહી. ન તો વિમાન ઉડ્યું ન તો હવાનું દબાણ યોગ્ય થયું. સ્થિતિ વણસતી જ રહી. બિમાર તો ઠીક પરંતુ જે લોકો સ્વસ્થય હતા તેમની પણ હાલત ખુબ જ ખરાબ હતી. એક વૃદ્ધ મહિલા લગભગ બેશુદ્ધ અવસ્થામાં થોડું ચાલ્યા અને વિમાનના દરવાજા આગળ જ બેભાન થઇને ઢળી પડ્યા હતા. ત્યાં અફડા તફડી થઇ ગઇ અને વિમાનના બંન્ને દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

વિમાન કંપનીની મોટી બેદરકારી સામે આવી
વિમાન કંપનીની કેટલી બેદરકારી છે તે આના પરથી ખબર પડે છે કે, વિમાનનું એન્જિન જ કામ નહોતું કરી રહ્યું. એન્જિનિયર્સ કામ કરી રહ્યા હતા અને યાત્રીઓને ચડાવી દેવાયા. જાહેરાત કરવામાં આવી કે હાલ એન્જિન રિપેરિંગની કામગીરી ચાલી રહી છે તે પુર્ણ થયા બાદ વિમાન ઉડ્યન માટે તૈયાર રહેશે. યોગ્ય તપાસ વગર જ વિમાન ઉડ્યન માટે તૈયાર કઇ રીતે હતું ? યાત્રીઓનો ગુસ્સો જોઇને ફરી તમામને બસ દ્વારા એરપોર્ટની અંદર પાછા મોકલી દેવાયા. અનેક લોકોને મહત્વનાં કામ હતા તે તમામ લોકો રઝળી પડ્યાં.

વિમાન કંપનીઓની આફ્ટર સર્વિસ પણ ખુબ જ ખરાબ
અહીં વિમાન કંપની દ્વારા કોઇ પાણીનું પણ પુછવાવાળું નહોતું. લોકો પોતાના ખર્ચે 100 રૂપિયાની પાણીની બોટલ અને 200 રૂપિયાની ચાનો એક નાનકડો કપ આપી રહ્યા હતા. જે કામથી ફ્લાઇ પસંદ કરી હતી તે વ્યર્થ થઇ ચુક્યું હતું. આખરે લોકોએ પોતાની ટિકિટો કેન્સલ કરાવવાનું શરૂ કર્યું. જો કે આ અંગે હજી સુધી સ્પાઇસ જેટ અધિકારીક રીતે કાંઇ પણ બોલવા માટે તૈયાર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પાઇસ જેટની બેદરકારીઓથી પરેશાન સરકારે તેની 50 ટકા ફ્લાઇટ ગ્રાઉન્ડ કરી દીધી છે. ટેક્નિકલ બેદરકારીની અનેક ફરિયાદો મળી ચુકી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT