SP-BJP સામસામે ફરિયાદનો દોર, ડિંપલ યાદવ પર અભદ્ર ટિપ્પણીનો આક્ષેપ
લખનઉ : ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલના સંચાલક મનીષ જગન અગ્રવાલની ધરપકડ બાદથી સપા કાર્યકર્તા સડકો પર છે. બીજી તરફ હવે સપા તરફથી યુપી ભાજપ…
ADVERTISEMENT
લખનઉ : ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલના સંચાલક મનીષ જગન અગ્રવાલની ધરપકડ બાદથી સપા કાર્યકર્તા સડકો પર છે. બીજી તરફ હવે સપા તરફથી યુપી ભાજપ યુવા મોર્ચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પર કેસ દાખલ કરાવ્યો છે. સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેમણે યુપી ભાજપ યુવા મોર્ચાની સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ડૉ.ઋચા રાજપુત પર ડિમ્પલ યાદવના ટ્વિટર એકાઉન્ટ પર અભદ્ર ટિપ્પણીનો આરોપ લગાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
હજરતગંજ પોલીસ દ્વારા જનક અગ્રવાલની ધરપકડ કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે, હજરતગંજ પોલીસે મનીષ જનગ અગ્રવાલને રવિવારે સવારે ધરપકડ કરી લીધી છે. સમાજવાદી પાર્ટીના ટ્વીટર હેન્ડલથી કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી મુદ્દે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર મનીષ જગન અગ્રવાલ જ સપાનો ટ્વીટર એકાઉન્ડ હેન્ડલ કરતું હતું. તેઓ સીતાપુરનો રહેવાસી છે. 6 જાન્યુઆરીએ લખનઉમાં ભાજપ યુવા મોર્ચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ડૉ. ઋચા રાજપુતે સમાજવાદી પાર્ટી મીડિયા સેલ નામના ટ્વિટર હેન્ડલ પર રેપ અને મારી નાખવાની ધમકી આપવા અંગે કેસ દાખલ કરાવ્યો હતો. મનીષ જગનની વિરુદ્ધ FIR માં સપાના મીડિયા સમન્વયક આશીષ યાદવ અને પૂર્વ એમએલસી ઉદયવીરસિંહના નામનો પણ સમાવેશ થાય છે.
ADGP એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે તેવી આશંકા વ્યક્ત કરી
યુપી પોલીસના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે માહિતી આપતા જણાવ્યું કે, એક રાજનીતિક દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પોતાના કેટલાક ધારાસભ્યો સાથે આજે ડીજીપી મુખ્યમથકે પહોંચ્યા હતા. કારણ કે આજે સંડેનો દિવસ હોય છે તેવામાં ખુબ જ ઓછા અધિકારીઓ મુખ્યમથક પર હોય છે. જેથી માહિતી મળતા જ સક્ષમ અધિકારી તથા લખનઉ પોલીસના વરિષ્ઠ અધિકારી ધટના સ્થળે પહોંચ્યા હતા. તેમને જણાવવામાં આવ્યું કે, સમાજવાદી પાર્ટીના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવી રહેલી ટિપ્પણી મુદ્દે મનીષ જગન અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે. શાંતિ વ્યવસ્થા ભંગ થાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
નવેમ્બરથી જ આ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે
નવેમ્બરથી જ આ પ્રકરણ ચાલી રહ્યું હતું, તેમાં વિવેચના બાદ ધરપકડ કરવામાં આવી જે આગમન હતું, તેની માહિતી પોલીસને આપવામાં આવી નહોતી. ગેટ પર થયેલા પ્રદર્શન અંગે પણ કાર્યવાહી થશે. ઉક્ત વ્યક્તિ વિરુદ્ધ એક વોન્ટેડ અભિયોગ તથા મીડિયા સેલની વિરુદ્ધ 2 કેસ દાખલ થયા છે. જેની ઇલેક્ટ્રોનિક ફુટપ્રિંટ તથા સર્વિસ પ્રોવાઇડર સાથે માહિતી એકત્ર કર્યવા બાદ ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT