Manobala Death: એક્ટર-ડાયરેક્ટર મનોબલનું અવસાન, સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીને મોટો ઝટકો

ADVERTISEMENT

Manobala Death: એક્ટર-ડાયરેક્ટર મનોબલનું અવસાન, સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીને મોટો ઝટકો
Manobala Death: એક્ટર-ડાયરેક્ટર મનોબલનું અવસાન, સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીને મોટો ઝટકો
social share
google news

મુંબઈઃ હાલમાં જ તેલુગૂ કોરિયોગ્રાફર ચૈતન્યની કથિત આત્મહત્યાની ઘટનાના શોકથી ઈન્ડસ્ટ્રી બહાર નથી આવી ત્યાં વધુ એક દિગ્ગજ અભિનેતા અને ડાયરેક્ટર મનોબલનું અવસાન આઘાત જનક ઘટના છે. દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગને બુધવારે વધુ એક મોટો આંચકો લાગ્યો છે. કોરિયોગ્રાફર ચૈતન્યની આત્મહત્યા બાદ હવે એક્ટર-ડિરેક્ટર મનોબલના મોતથી ફેન્સને મોટો આઘાત લાગ્યો છે. પીઢ અભિનેતા-દિગ્દર્શક મનોબલે બુધવારે, 3જી મેના રોજ ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ 69 વર્ષના હતા. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી લીવરની સમસ્યાથી પીડાતા હતા અને તેમના ચેન્નાઈના ઘરે તેમની સારવાર ચાલી રહી હતી. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ એક મોટો ફટકો છે. મનોબલના અંતિમ સંસ્કાર બુધવારે જ ચેન્નાઈમાં કરવામાં આવશે. મનોબલ પડદા પર તેની કોમેડી માટે પ્રખ્યાત હતા. તેમની 35 વર્ષની કારકિર્દીમાં તેમણે 900 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

મનોબલનો પરિવાર
મનોબલના પરિવારમાં તેમની પત્ની ઉષા અને પુત્ર હરીશ છે. અભિનેતા-દિગ્દર્શકના નિધનથી પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ચેન્નાઈના સાલીગ્રામમમાં એલ.વી.પ્રસાદ રોડ પરના તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે. અભિનેતા-નિર્દેશક જીએમ કુમારે સૌપ્રથમ મનોબલના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા કર્યા હતા. આ દુખદ સમાચાર શેર કરીને તેમણે પીઢ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે.

Adani… Block બાદ હવે આ કંપની હિંડનબર્ગના નિશાને, ખુલાસા બાદ શેરમાં આવ્યો 20 ટકાનો કડાકો

1979માં એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું
મનોબલે 1979માં ભારતીરાજાની ‘પુથિયા વરપુગલ’થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની 35 વર્ષની કારકિર્દીમાં તેમણે 900 ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા. મનોબલની છેલ્લી ફિલ્મ કાજલ અગ્રવાલની ‘ઘોસ્ટી’ હતી.

ADVERTISEMENT

મનોબલે 25 ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું
વર્ષ 1982માં મનોબલે ‘અગયા ગંગાઈ’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. તેમણે 25 થી વધુ ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેમની કેટલીક લોકપ્રિય ફિલ્મોમાં ‘પિલ્લઈ નીલા’, ‘ઓરકાવલન’, ‘એન પુરૂષાન્થન એનાક્કુ મટ્ટુમથન’, ‘કરુપ્પુ વેલ્લાઈ’, ‘મલ્લુ વેટ્ટી માઈનોર’ અને ‘પરંબરીયમ’નો સમાવેશ થાય છે. મનોબલે ટીવીમાં પણ કામ કર્યું અને ઘણા શોનું નિર્દેશન કર્યું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT