PUBG રમતા યુવકે ગુમાવ્યું માનસિક સંતુલન, કરી માતા-પિતાની હત્યા
ઝાંસી: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પુત્રએ તિક્ષ્ણ હથિયાર વડે માતા-પિતાની હત્યા કરી નાખી. જ્યારે દૂધવાળો ઘરે પહોંચ્યો ત્યારે મામલો સામે આવ્યો. તેણે ઘરની અંદર જોયું ત્યારે…
ADVERTISEMENT
ઝાંસી: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પુત્રએ તિક્ષ્ણ હથિયાર વડે માતા-પિતાની હત્યા કરી નાખી. જ્યારે દૂધવાળો ઘરે પહોંચ્યો ત્યારે મામલો સામે આવ્યો. તેણે ઘરની અંદર જોયું ત્યારે ઘરનો માલિક અને તેની પત્ની લોહીથી લથપથ જમીન પર પડેલા હતા. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. ત્યારે પુત્રએ માતા-પિતાની હત્યાની કબૂલાત કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના ઝાંસી શહેરના નવાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. વ્યવસાયે સરકારી શિક્ષક 60 વર્ષીય લક્ષ્મી પ્રસાદ તેની પત્ની વિમલા (55) અને પુત્ર અંકિત (28) સાથે ગુમનાબાર વિસ્તારમાં રહેતા હતા. શનિવારે સવારે દૂધવાળો લક્ષ્મી પ્રસાદના ઘરે દૂધ પહોંચાડવા આવ્યો હતો. તેણે દરવાજો ખખડાવ્યો, પણ અંદરથી કોઈ બહાર ન આવ્યું.
જ્યારે દૂધવાળાએ ઘરની અંદર જોયું ત્યારે લક્ષ્મી પ્રસાદ અને તેની પત્ની વિમલ લોહીથી લથપથ જમીન પર પડેલા હતા. આ જોઈને દૂધવાળો ચોંકી ગયો. તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું અને વિસ્તારના લોકોને ભેગા કર્યા. અને જોયુંતો લક્ષ્મી પ્રસાદ અને તેમની પત્ની વિમલા ગંભીર ઈજાઓ સાથે જમીન પર પડ્યા હતા અને તેમનો પુત્ર અંકિત ગભરાઈને રૂમમાં બેઠો હતો.
ADVERTISEMENT
સારવાર દરમિયાન માતાનું મોત થયું
લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, જોયું કે બંને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. લક્ષ્મી પ્રસાદ અહીં પહોંચતા પહેલા જ મૃત્યુ પામ્યા હતા. વિમલાનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આ પછી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. તે જ સમયે પોલીસે પુત્ર અંકિતને કસ્ટડીમાં લીધો હતો.
પુત્રએ તેના માતાપિતાની હત્યા કરી
એસએસપી કેસની માહિતી આપતા એસએસપી ઝાંસી રાજેશ એસએ જણાવ્યું કે પુત્ર દ્વારા લાકડીઓથી માર મારવાને કારણે પતિ-પત્નીનું મોત થયું હતું. માનસિક રીતે અસ્વસ્થ પુત્રએ હત્યાની કબૂલાત કરી છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
અંકિતે PUBG રમતી વખતે માનસિક સંતુલન ગુમાવ્યું
બે વર્ષથી અંકિતનું માનસિક સંતુલન સારું ન હોવાનું સામે આવ્યું છે. તે PUBG ગેમ રમતો હતો. દિવસ હોય કે રાત, તેનું કામ PUBG રમવાનું હતું. ગેમની લતને કારણે તેનું માનસિક સંતુલન બગડી ગયું હતું. ત્યારથી તેમની તબિયત ઘણી બગડી ગઈ હતી. લોકોના કહેવા પ્રમાણે, તેણે પહેલા તેના પિતા પર હુમલો કર્યો અને પછી તેની માતાને નિર્દયતાથી માર માર્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT