એક કોબી બાબતે પુત્રએ માતાને થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો, પોલીસ ઇન્સપેક્ટર રડી પડ્યાં

ADVERTISEMENT

Son hit mother
Son hit mother
social share
google news

ક્યોંઝાર : ઓરિસ્સાના ક્યોઝર જિલ્લામાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ કથિત રીતે પોતાની 70 વર્ષની માતાને ક્રૂરતાથી ઢોરમાર માર્યો હતો. કારણ કે માતાએ પુત્રના બગીચામાંથી એક કોબી લીધી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે વૃદ્ધાની ફરિયાદ બાદ પુત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને જેલભેગો કર્યો છે.

મામલો ચંપુઆ વિસ્તારના સરસાપાસી ગામનો છે. વિવાદ ત્યારે શરૂ થો, જ્યારે વૃદ્ધ મહિલા સુભદ્રા મહંતે પોતાના નાના પુત્ર શત્રુઘ્નના ખેતરમાંથી તોડેલી કોબીજ ખાઇ લીધી હતી. ત્યાર બાદ માં અને પુત્રમાં વિવાદ થયો હતો. વિવાદના હિંસક રૂપ ધારણ કરતા, શત્રુઘ્નએ કથિત રીતે પોતાની માંને એક વિજળીના થાંભલા સાથે બાંધી દીધો. ત્યાર બાદ ક્રૂરતાથી તેને ઢોર માર માર્યો હતો.

વચ્ચે આવેલા ગ્રામીણોને પુત્રએ ધમકી આપી

આ દરમિયાન ઝગડામાં વચ્ચે પડેલા ગામના લોકોને પણ પુત્રએ ધમકી આપી હતી. ત્યાર બાદ સ્થાનીક લોકોએ વૃદ્ધ મહિલાને ગમે તેમ કરીને બચાવી અને સારવાર માટે બાસુદેપુર સામુહિક સ્વાસ્થય કેન્દ્ર લઇ ગયા ત્યાર બાદ ગ્રામીણોએ આ મામલે પોલીસને માહિતી આપી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને વૃદ્ધની પુછપરછ કરી.

ADVERTISEMENT

આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી

પોલીસ અધિકારી ત્રિનાથ સેઠીએ જણાવ્યું કે, વૃદ્ધાને ઢોર માર માર્યા બાદ અમે ઘટના સ્થળ પર પહોંચ્યા અને પીડિત માંની સમગ્ર મામલે પુછપરછ કરી. તેના આરોપો બાદ અમે પુત્રની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેને જેલ મોકલી દેવાયા છે. સાથે જ કોર્ટમાં રજુ કરવાની તૈયારી કરી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT